શોધખોળ કરો
Advertisement
સરકારે શરૂ કર્યો WhatsApp નંબર, હવે આના પરથી મળશે કોરોના વાયરસની તમામ માહિતી.....
WhatsAppના આ નંબરની મદદથી તમે કોરોના વાયરસ વિશે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથૉરિટીની મદદથી કોરોના વાયરસ સંબંધિત પ્રશ્નોના જવાબો જાણી શકો છો
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં પણ કોરોનાનો કહેર ચાલુ થઇ ગયો છે. અત્યાર સુધી ભારતમાં 4 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. હવે આ ખતરાને જોતા સરકાર જાગી છે અને વૉટ્સએપ પર એક ચેટબૉટ બનાવ્યુ છે.
ભારત સરકારે કોરોના સંબંધિત તમામ માહિતી માટે એક વૉટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ ચેટબૉટ છે, સરકારે આને MyGov કોરોના હેલ્પડેસ્ક નામ આપ્યુ છે. આ માટે WhatsApp નંબર 9013151515 છે.
WhatsAppના આ નંબરની મદદથી તમે કોરોના વાયરસ વિશે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથૉરિટીની મદદથી કોરોના વાયરસ સંબંધિત પ્રશ્નોના જવાબો જાણી શકો છો.
MyGovindiaના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની માહિતી આપવામાં આવી છે. ટ્વીટ કરીને લખવમાં આવ્યુ છે- ''9013151515 પર નમસ્તે લખીને તમે કોરોના વાયરસ સંબંધિત માહિતી મેળવી શકો છો.''
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement