શોધખોળ કરો

જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત

કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સગીર પ્રતિબંધિત ચાઈનીઝ માંજાનો ઉપયોગ કરીને પતંગ ઉડાવતો જોવા મળે છે, તો તેના વાલીઓને પણ કાયદેસર રીતે જવાબદાર ઠેરવી શકાય છે.

'જો કોઈ સગીર ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાવતો પકડાય તો તેના માતાપિતા દોષિત માનવામાં આવશે'

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે સોમવારે મધ્યપ્રદેશ સરકારને ચાઈનીઝ માંજા પર પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સગીર પ્રતિબંધિત ચાઈનીઝ માંજાનો ઉપયોગ કરીને પતંગ ઉડાવતો જોવા મળે છે, તો તેના વાલીઓને પણ કાયદેસર રીતે જવાબદાર ઠેરવી શકાય છે.

જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બેન્ચે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જનતા વચ્ચે વ્યાપક પ્રચાર કરવામાં આવે કે જો કોઈ ચાઈનીઝ માંજાના વેચાણ અથવા ઉપયોગને કારણે ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે તો જવાબદાર લોકો પર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 106(1) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

કોર્ટે 11 ડિસેમ્બર, 2025ના રોજ ચાઈનીઝ માંજાથી થતા મૃત્યુ અને અકસ્માતોની સ્વતઃ નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ચાઈનીઝ માંજાના વેચાણને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે અને અકસ્માતો અટકાવવા માટે અનેક સાવચેતીનાં પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

હાઈકોર્ટે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરીને જણાવ્યું હતું કે પ્રતિબંધિત માંઝા વેચતા કે વાપરતા કોઈપણ વ્યક્તિ પર BNS, 2023 (IPC ની કલમ 304-A) ની કલમ 106(1) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. વધુમાં જો કોઈ સગીર ચાઈનીઝ નાયલોન દોરાનો ઉપયોગ કરે છે તો તેના વાલીને પણ જવાબદાર ગણવામાં આવશે.

સુનાવણી દરમિયાન ઈન્દોરના કલેક્ટર શિવમ વર્માએ કોર્ટને માહિતી આપી હતી કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં આ નિર્દેશનું પાલન કરવા માટે આદેશો જાહેર કરશે, જે તાત્કાલિક પડોશી જિલ્લાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ મહિનામાં ઈન્દોરમાં ચાઈનીઝ માંઝાથી ગળું  કપાવવાની બે અલગ અલગ ઘટનાઓમાં 16 વર્ષના છોકરા અને 45 વર્ષના એક વ્યક્તિના મોત થયા છે. વહીવટીતંત્રના પ્રતિબંધ છતાં પતંગબાજો તેમના હરીફોના પતંગ કાપવા માટે આ ખતરનાક માંઝાનો ઉપયોગ કરી રહ્યા છે.                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
Embed widget