શોધખોળ કરો
હાર્દિક પંડ્યાએ શેર કર્યો પિતાનો વીડિયો, કાર ગિફ્ટ કરીને આપી હતી સરપ્રાઇઝ, ભાવુક થઇ લખ્યું....
હાર્દિક પંડ્યાએ પિતાને કાર ગિફ્ટ કરી હતી તે વીડિયો ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખી ઇમોશનલ નોટ.આ વીડિયો પોસ્ટ કરતા તે ભાવુક બની ગયો અને લખ્યું.....

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પિતાના નિધનને 2 સપ્તાહથી પણ વધુ સમય વિતી ગયો છે. હાર્દિક સતત તેમના પિતાને યાદ કરીને ભાવુક બની જાય છે. તે સોશિયલ મીડિયા પર પિતા સાથે યાદોને શેર કરતો રહે છે. પિતા સાથેની આવી જ એક યાદનો વીડિયો શેર કરતા હાર્દિક ભાવુક થઇ ગયો અને રડી પડ્યો હતો.
ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ પિતાનો એક વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો તે સમયનો છે. જ્યારે હાર્દિક પંડ્યાએ તેમના પિતા હિમાંશુ પંડ્યાને કાર ગિફ્ટ કરી હતી. તેમણે પિતાને આ સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી. આ વીડિયો શેર કરતા તેમણે એક ઇમોશનલ નોટ પણ લખી છે. તેમણે લખ્યું કે, “આપ અમારી સાથે હવે નથી એ વિચારીને રડવું આવે છે. પરંતુ આપને હસતાં જોઇને એટલી ખુશી થાય છે, જાણે એક બાળક કેન્ડી જોઇને ખુશ થઇ જાય’ મને આપને યાદ કરીને ખૂબ જ ખુશી થાય છે, લવ યૂ ડેડી”

આ પહેલી વખત નથી કે, હાર્દિકે તેમના પિતાને યાદ કરતા વીડિયો શેર કર્યો હોય અને ઇમોશનલ નોટ લખી હોય. પિતાના નિધન બાદ ભાઇ કૃણાલ સાથે તેમણે અનેક વખત પિતાની યાદોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પહેલા પણ તેમણે પિતા સાથે તેમની ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘આપ હવે આ દુનિયામાં નથી, આ હકીકતને સ્વીકારવી મારા માટે જિંદગીનું સૌથી મુશ્કેલ કામ બની ગયું છે”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
ગુજરાત
Advertisement
