શોધખોળ કરો
Advertisement
હરિયાણામાં 17 દિવસ બાદ મંત્રીમંડળનો વિસ્તાર, 6 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીઓએ લીધા શપથ
હરિયાણામાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો. મનોહર લાલ ખટ્ટર સરકારમાં ભાજપના 8, જનનાયક જનતા પાર્ટીના એક ધારાસભ્ય સહિત કુલ 10 મંત્રીઓએ શપથ લીધા હતા.
ચંદીગઢ: હરિયાણામાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો. મનોહર લાલ ખટ્ટર સરકારમાં ભાજપના 8, જનનાયક જનતા પાર્ટીના એક ધારાસભ્ય સહિત કુલ 10 મંત્રીઓએ શપથ લીધા હતા. ખટ્ટર સરકારના મંત્રીમંડળમાં એક અપક્ષ ધારાસભ્યને પણ સામેલ કરવામાં આવ્યો છે. મંત્રીમંડળમાં 6 કેબિનેટ અને ચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં માત્ર એક મહિલા ધારાસભ્ય મંત્રી બની છે.
કેબિનેટમાં ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજ, કંવરપાલ , મૂળચંદ શર્મા, રણજીત સિંહ, જયપ્રકાશ દલાલ અને બનવારી લાલ સહિત કુલ 6 લોકો સામેલ છે. જ્યારે ઓમપ્રકાશ યાદવ, કમલેશ ઢાંઢા,અનૂપ ધનક અને હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહે રાજ્યમંત્રીના શપથ લીધા છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તમામને શપથ લેવડાવ્યા હતા. 24 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા રછી 27 ઓક્ટોબરે મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી અને જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થયું હતું. રાજ્યની 90 બેઠકોમાં ભાજપને 40 બેઠકો મળી હતી જ્યારે જેજેપીને 10 બેઠકો પર જીત મળી હતી. કૉંગ્રેસે 31 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે ઈનેલો અને હરિયાણા લોકહિત પાર્ટીને એક-એક બેઠક મળી હતી.हरियाणा मंत्रिमंडल के विस्तार में 10 विधायकों को दिलाई जाएगी शपथ।
शपथ लेने वालों में बीजेपी के 8, JJP का 1 और 1 निर्दलीय विधायक शामिल। मंत्रिमंडल में एक महिला विधायक कमलेश ढांढा शामिल... हॉकी टीम के पूर्व कप्तान संदीप सिंह को भी राज्य मंत्री बनाया जाएगा।@ABPNews pic.twitter.com/xLYaXN2yeD— Utkarsh Kumar Singh (@UtkarshSingh_) November 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion