શોધખોળ કરો
Advertisement
ભાજપના કયા મોટા નેતાઓની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં જોડાઈ, જાણો વિગત
સપના ચૌધરી ભાજપમાં જોડાઈ ત્યારે ભાજપના નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ, ડો.હર્ષવર્ધન સિંહ અને મનોજ તિવારી સહિત મોટા નેતાઓ હાજર રહ્યાં હતાં.
નવી દિલ્હી: આજે હરિયાણાની પ્રખ્યાત ડાન્સર અને ગાયિકા સપના ચૌધરી ભાજપમાં જોડાઈ હતી. દિલ્હીમાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં સપનાએ ભાજપની સદસ્યતા લીધી હતી. સપના ચૌધરી ભાજપમાં જોડાઈ ત્યારે ભાજપના નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ, ડો.હર્ષવર્ધન સિંહ અને મનોજ તિવારી સહિત મોટા નેતાઓ હાજર રહ્યાં હતાં.
મહત્વની વાત એ છે કે, લોકસભા ચૂંટણી સમયે એવા સમાચાર વહેતા થયા હતા કે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. જોકે ત્યાર બાદ સપનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમાચારને અફવા ગણાવી હતી. તેણે 24 માર્ચે કહ્યું હતું કે, ભવિષ્યમાં પણ કોંગ્રેસમાં જોડાવવાનો કોઈ ઈરાદો નથી.
સપના ચૌધરીની ગ્રાફ સતત વધતો જાય છે. આમ તો દરેક ઉંમરના લોકો પર સપનાનો જાદુ જોવા મળી રહ્યો છે પરંતુ યુવાઓમાં તેની લોકપ્રિયતા ખુબ જોરદાર છે. સપના ચૌધરીના ચાહકો હરિયાણા અને યુપીમાં જ નહીં પરંતુ બિહાર અને અન્ય રાજ્યોમાં પણ ઘણાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement