સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દેશમાં કોરોનાની સ્થિતિને લઇને શું આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો
કોરોનાના દર્દીને લઇને સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં 9 લાખથી વધુ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે તો 70 હજારથી વધુ દર્દી વેન્ટીલેટર પર છે
![સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દેશમાં કોરોનાની સ્થિતિને લઇને શું આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો Health minister says over 9 lakh patients on oxygen support across india સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દેશમાં કોરોનાની સ્થિતિને લઇને શું આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/09/974be696370034bef7a7b93988ea7686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: કોરોનાના દર્દીને લઇને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને મોટી જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, , દેશમાં 9 લાખથી વધુ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે તો 70 હજાર 842થી વધુ દર્દી વેન્ટીલેટર પર છે.
હર્ષવર્ધનની અધ્યક્ષતામા યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી, જહાજરાની મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સામેલ છે.આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે સહિત અન્ય લોક પણ હાજર રહ્યાં છે.
બેઠક દરમિયાન હર્ષવર્ધને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની પણ જાણકારી આપી હતી. હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. બેઠકમાં દવા સહિત ઓક્સિજનની સપ્લાયને લઇને ચર્ચા થઇ હતી. સ્વાસ્થ્યમંત્રીએ બેઠક દરમિયાન સંબંધિત મંત્રાલયોને યોગ્ય પગલા લેવા સૂચન કર્યું હતું.
બેઠકમાં એનસીડીસીના નિર્દેશકે વિદેશની સાથે-સાથે ભારતમાં કોરોના દર્દીની હાલની સ્થિતિનો અહેવાલ પણ રજૂ કર્યો હતો. એનસીડીના નિર્દેશકે ભારતના શહેરો અને ગામડાંમાં કોરોનાની શું સ્થિતિ છે. તે મામલે બેઠકમાં અહેવાલ રજૂ કર્યો હતો.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 94 લાખ 39 હજાર 663 ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)