શોધખોળ કરો
Advertisement
અરૂણ જેટલીના ખબરઅંતર પૂછવા હર્ષવર્ધન પહોંચ્યા AIIMS, ગૃહમંત્રી અમિત શાહ પણ જશે
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન જેટલીના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા છે. આ પહેલા કેંદ્રીય મંત્રી જિતેંદ્ર સિંહ આજે સવારે એઈમ્સ પહોંચ્યા હતા.
નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફરી પૂર્ણ નાણા મંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ જઈ શકે છે. અમિત શાહે શુક્રવારે મોડી રાત્રે અરૂણ જેટલીના ખબરઅંતર પુછવા માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન જેટલીના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા છે. આ પહેલા કેંદ્રીય મંત્રી જિતેંદ્ર સિંહ આજે સવારે એઈમ્સ પહોંચ્યા હતા.
માનવામા આવી રહ્યું છે અમિત શાહે આજે એઈમ્સમાં દાખલ અરૂણ જેટલીને મળવા જઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. અરૂણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીની તબિયત પુછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. અરૂણ જેટલી છેલ્લા બે વર્ષથી બિમાર છે. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારબાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે. જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion