શોધખોળ કરો

આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

India Weather Update: ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી ભારે વરસાદ, કરા અને ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી; જાણો કયા રાજ્યોમાં કેવો રહેશે માહોલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશભરમાં ભારે વરસાદ, તોફાનની હવામાન વિભાગે ચેતવણી આપી.
  • રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચક્રવાતી પરિભ્રમણની અસર દેખાશે.
  • ઉત્તર ભારતમાં હિમવર્ષા, પંજાબ-હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ.
  • દેશના પૂર્વ, મધ્ય, દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી.

India Weather Update: હવામાન વિભાગે દેશભરમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદ અને તોફાનની ગંભીર ચેતવણી આપી છે. દેશના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ, ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની તેમજ ધૂળની ડમરીઓ ઉડવાની (ધૂળની આંધી) આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. જો તમે ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો હવામાનની આ લેટેસ્ટ અપડેટ ચોક્કસ જાણી લેજો.

વાતાવરણમાં આ અચાનક પલટો કેમ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સર્જાયું છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશથી લઈને મણિપુર સુધી એક ટ્રફ લાઈન સક્રિય થઈ છે. સાથે જ ઉત્તર હરિયાણા અને ઉત્તર બાંગ્લાદેશ પર પણ નીચલા સ્તરે ચક્રવાતી પરિભ્રમણની અસર છે, જેના કારણે આખા દેશનું હવામાન ડહોળાયું છે.

પહાડી અને ઉત્તર ભારતના રાજ્યોમાં એલર્ટ

આ વેધર સિસ્ટમની અસરને કારણે 2 થી 6 મે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં, 3 થી 5 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને 2 થી 8 મે સુધી ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની પણ શક્યતા છે. પંજાબમાં 3 થી 6 મે અને હરિયાણા તથા ચંદીગઢમાં 2 થી 6 મે વચ્ચે 30 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ (પૂર્વ અને પશ્ચિમ) માં પણ અલગ-અલગ દિવસે વરસાદ અને તેજ પવનની આગાહી છે.

કરા અને ધૂળના તોફાનની ગંભીર વોર્નિંગ

સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર પંજાબ, હરિયાણા અને ચંદીગઢના લોકોને છે, જ્યાં 4 અને 5 મેના રોજ 50 થી 70 કિમીની ભયંકર ઝડપે વાવાઝોડું આવી શકે છે. 4 મેના રોજ રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ રહેશે અને ત્યાં ધૂળની આંધી (ડસ્ટ સ્ટ્રોમ) ની ચેતવણી આપવામાં આવી છે. કરા (હેલસ્ટોર્મ) પડવાની વાત કરીએ તો 3 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં, 4 મેના રોજ હિમાચલ પ્રદેશમાં, અને 4 તથા 5 મેના રોજ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કરા પડી શકે છે.

આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ ભુક્કા કાઢશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતમાં કેવો રહેશે માહોલ?

આગામી 5 દિવસ સુધી ઉત્તર-પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ખાસ કરીને 2 થી 4 મે વચ્ચે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ ખાબકી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આવતા 5 દિવસ સુધી પવન સાથે વરસાદની શક્યતા છે.

આગામી 7 દિવસ સુધી ઝારખંડ, બિહાર અને ઓડિશામાં વરસાદ અને વાવાઝોડાનો માહોલ રહેશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ આવતા 5 દિવસ વરસાદ અને પવનની આગાહી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો 2 થી 6 મે દરમિયાન તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ વરસાદ, વાવાઝોડું અને ભારે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા રહેલી છે.

આભમાંથી આફત ઉતરશે? અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરાની આગાહી, જાણો હવામાન રિપોર્ટ

Frequently Asked Questions

આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની મુખ્ય ચેતવણી શું છે?

હવામાન વિભાગે દેશભરમાં ભારે વરસાદ અને તોફાનની ગંભીર ચેતવણી આપી છે. ગાજવીજ સાથે તેજ પવન, કરા અને ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી છે.

હવામાનમાં આ અચાનક પલટો આવવા પાછળ શું કારણ છે?

પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મધ્યપ્રદેશથી મણિપુર સુધીની ટ્રફ લાઇન અને ઉત્તર હરિયાણા-બાંગ્લાદેશ પર ચક્રવાતી પરિભ્રમણ આ અચાનક હવામાન પલટા માટે જવાબદાર છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં કઈ તારીખો દરમિયાન વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે?

જમ્મુ-કાશ્મીરમાં 2 થી 6 મે, હિમાચલ પ્રદેશમાં 3 થી 5 મે અને ઉત્તરાખંડમાં 2 થી 8 મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

કયા રાજ્યોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની ગંભીર ચેતવણી છે?

પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 4 અને 5 મેના રોજ, જ્યારે રાજસ્થાનમાં 4 મેના રોજ 50 થી 70 કિમીની ઝડપે વાવાઝોડું અને ધૂળના તોફાનની ચેતવણી છે.

દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

2 થી 6 મે દરમિયાન તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદ, વાવાઝોડું, ભારે પવન અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget