શોધખોળ કરો
Advertisement
મુંબઈ માટે આગામી 48 કલાક ભારે, ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું આપી ચેતવણી? જાણો
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સાયન, કુર્લા અને હિંદમાતા વિસ્તારોમાં આગાહી વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે.
મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી 48 કલાક મુંબઈ માટે ભારે છે તેવું હવામાન વિભાગે કહ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સાયન, કુર્લા અને હિંદમાતા વિસ્તારોમાં આગાહી વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે.
ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક મુંબઈ માટે ભારે છે. આગામી 48 કલાકમાં મુંબઈના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. છજોકે બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી હતી.
આગામી 48 કલાક મુંબઈ માટે ભારે છે. મુંબઈમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક ભારે વરસાદ તૂટી પડવાનું હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે.
મુંબઈ ઉપરાંત ઠાણે પણમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે મુંબઈ પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. ગઈકાલે પણ મુંબઈના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરી છે. જોકે હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારે વલસાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement