શોધખોળ કરો
Advertisement
દેશના આ જાણીતા રાજ્યના મુખ્યમંત્રી થયા હોમ કવોરન્ટાઈન, ઉપ સચિવનો આવ્યો હતો પોઝિટિવ રિપોર્ટ
સીએમના ડેપ્યુટી સેક્રેટરી મંડીથી આવેલા કેટલા ભાજપના નેતાને મળ્યા હતા.
ધર્મશાલાઃ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયના ઉપ સચિવનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો હતો. જે બાદ મુખ્યમંત્રી, તેમના પરિવારજનો, કર્મચારીઓ તથા અધિકારીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા.
ઉપ સચિવ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા અને સીધા ઘરે પહોંચીને હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા.
સીએમના ડેપ્યુટી સેક્રેટરી મંડીથી આવેલા કેટલા ભાજપના નેતાને મળ્યા હતા. જે બાદ તેમનામાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,725 પર પહોંચી છે. 11 લોકોના મોત તયા છે. 1105 લોકો સાજા થઈ ગયા છે અને 609 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
દેશ
Advertisement