શોધખોળ કરો

મોદીના મતવિસ્તારમાં હિંદુવાદી સંગઠનોએ લગાવ્યાં કેવાં પોસ્ટર્સ કે થઈ ગયો વિવાદ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીના ગંગા નદીના સંખ્યાબંધ ઘાટ અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલાં પોસ્ટર લગાવવામાં આવતાં વિવાદ થયો છે.

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીના ગંગા નદીના સંખ્યાબંધ ઘાટ અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલાં પોસ્ટર લગાવવામાં આવતાં વિવાદ થયો છે.

આ પોસ્ટર્સ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ તરફથી લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં લખ્યું છે કે, સનાતન ધર્મમાં જેમની આસ્થા છે,  તેમનું સ્વાગત છે, નહીં તો આ પિકનિક સ્પોટ નથી. હિંદુ સંગઠનોના કાર્યકરોએ બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપતાં પોસ્ટર્સ ગંગા ઘાટ કિનારે પાકા ઘાટ અને ધાર્મિક સ્થળોની દીવાલો પર લગાવી દીધા છે.

પોસ્ટર્સ લગાવનારા વિશ્વ હિંદુ પરિષદના કાશી મહાનગરના મંત્રી રાજન ગુપ્તાએ જણાવ્યું કે, બિનસનાતન ધર્મ માટે લગાવવામાં આવી રહેલાં આ પોસ્ટર્સ માત્ર પોસ્ટર નહીં પણ એક ચેતવણીવાળો સંદેશ પણ છે.  ગંગા ઘાટ મંદિર અને ધાર્મિક સ્થળ સનાતન ધર્મની આસ્થાના પ્રતિક છે. અમે આ ચેતવણી આપવા માગીએ છીએ કે, બિનસનાતની અમારા સનાતન ધર્મના ધાર્મિક સ્થળોથી દૂર રહે કારણ કે, આ બધાં પિકનિક સ્પોટ નથી. જે લોકો સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે તેમનું અમે સ્વાગત કરીશું. બાકી તો અમે તેમને ભગાડવાનું કામ પણ કરીશું.

બજરંગ દળના કાશી મહાનગરના સંયોજક નિખિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ પોસ્ટર નહીં પણ એવા લોકો માટે ચેતવણી છે જે અમારી માતા ગંગાને એક પિકનિક સ્પોટ તરીકે માને છે. પોસ્ટરના માધ્યમથી ચેતવણી આપવામાં આવી છે કે, આવા લોકો અમારા ધાર્મિક સ્થળોથી દૂર રહે નહીં તો બજરંગ દળ તેમને દૂર કરશે. 

કાશીમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ પહેલાં પણ  25 ડિસેમ્બરેચર્ચની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરાયો હતો. આ પછી 1 જાન્યુઆરીના રોજ વારાણસીના મોલ અને રેસ્ટોરાની બહાર પશ્ચિમી સંસ્કૃતિ સાથે જોડાયેલી પાર્ટીને સેલિબ્રેટ ન કરવાની ચેતવણીવાળા પોસ્ટક્સ પણ  લગાવાયાં હતાં. 

આ પોસ્ટર્સમાં લખ્યું છે કે, સનાતન ધર્મમાં જેમની આસ્થા છે,  તેમનું સ્વાગત છે, નહીં તો આ પિકનિક સ્પોટ નથી. હિંદુ સંગઠનોના કાર્યકરોએ બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપતાં પોસ્ટર્સ ગંગા ઘાટ કિનારે પાકા ઘાટ અને ધાર્મિક સ્થળોની દીવાલો પર લગાવી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget