શોધખોળ કરો
Advertisement
કઇ વધુ એક ટેલિવૂડ લોકપ્રિય એક્ટ્રેસ ભાજપમાં જોડાઇ, અત્યાર સુધીમાં કયા સેલેબ્સે થાંમ્યું કમળનું દામન?
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ ચૂંટણીની જંગ જીતવા માટે ગ્લેમરશ અને લોકપ્રિય સેલેબ્સને ભાજપમાં જોડી રહી છે. વધુ એક એક્ટ્રેસ ભાજપ પાર્ટીમાં જોડાઇ છે. કોણ છે આ લોકપ્રિય ચહેરો જાણીએ
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૃણ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે ત્યારે ભાજપ પશ્ચિમ બંગાળ પર કબ્જો જમાવવા માટે લોકપ્રિય સેલેબ્સનો સહારો લઇ રહી છે. ટેલિવૂડ બંગાળી એક્ટ્રેસ શ્રાબંતી ચેટર્જી ભાજપમાં જોડાઇ છે.
નોંધનિય છે કે, ટેલિવૂડનો આ લોકપ્રિય ચહેરો એક સમયે તૃણમૃલ કોંગ્રેસનો ચહેરો હતો અને એક સ્ટાર પ્રચારક તરીકે પણ આ પાર્ટી માટે તેમને કામ કર્યું.ભાજપની પાર્ટીમાં જોડાયા બાદ એક્ટ્રેસ કહ્યું કે, ‘મારા માટે આ એક નવો અનુભવ છે.મને લોકોનો ખૂબ જ પ્રમ મળ્યો છે ત્યારે મારી ફરજ છે કે આ પ્રેમનો પ્રતિભાવ હું લોકોની સેવા કરીને આપું.
શ્રાબંતી ચેટર્જી ટીવી અને ફિલ્મ દુનિયાનો બહુ લોકપ્રિય ચહેરો છે.તેથી આ ચહેરો પશ્ચિમ બંગાળની જુદી જુદી સરકારી યોજનાના કેમ્પેનમાં પણ જોવા મળે છે. આ જ બાબતો ફાયદો ઉઠાવીને ભાજપે આ એક્ટ્રેસને ભાજપમાં સામેલ કરી છે.
પશ્ચિમ બંગાળ પર કબ્જો મેળવવા ભાજપ સતત સેલેબ્સને ભાજપમાં જોડી રહી છે. મિથુન ચક્રવર્તીની મોહન ભાગવત સાથે મુલાકાત બાદ તેઓ પણ ભાજપમાં જોડાઇ તેવું ચર્ચાઇ રહ્યું છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વિધાનસભાના ઇલેકશન સમયે અન્ય પણ અભિનેત્રી ભાજપમાં જોડાઇ છે.
પશ્ચિમ બંગાળની મશહૂર અભિનેત્રી પાયલ સરકાર પણ ભાજપમાં જોડાઇ છે. પાયલ સરકારે ફિલ્મ અને ટીવી શોનો બહુ લોકપ્રિય ચહેરો છે. 2006થી ફિલ્મમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી હવે ભાજપમાં જોડાઇને રાજકિય પારી ખેલવા જઇ રહી છે.
અન્ય ત્રણ અભિનેત્રી પાર્ના મિત્રા, કંચના મોઇત્રા, રૂપાજના મિત્રાએ પણ ટીએમસીનું દામન છોડીને ભાજપમાં જોડાઇ છે. પશ્મિચ બંગાળના ટીવી અને ફિલ્મના સ્ટાર યશ દાસગુપ્તાએ પણ ભાજપમાં જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion