શોધખોળ કરો

IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ

IIT Bombay: મુંબઈના પવઈ સ્થિત IIT બોમ્બેમાં એક વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કર્યાની ઘટના બાદ શનિવારે (19 સપ્ટેમ્બર) પણ તેની અસર સમગ્ર કેમ્પસમાં જોવા મળી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IIT બોમ્બેમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા કેમ્પસમાં તણાવ.
  • પરીક્ષામાં મોબાઈલ વપરાશ બાદ IITએ કાઉન્સેલિંગ કર્યું.
  • હોસ્ટેલ રૂમમાં વિદ્યાર્થી મૃત મળ્યો, પોલીસ તપાસ ચાલુ.
  • વિદ્યાર્થીઓએ ઘટનાની નિષ્પક્ષ તપાસની ઉગ્ર માંગ કરી.

IIT Bombay: મુંબઈના પવઈ સ્થિત IIT બોમ્બેમાં એક વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કર્યાની ઘટના બાદ શનિવારે (19 સપ્ટેમ્બર) પણ તેની અસર સમગ્ર કેમ્પસમાં જોવા મળી. ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આક્રમક વલણ અપનાવીને આંદોલન કર્યું, જેના કારણે IIT પરિસરમાં કાઈક સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો.

 

વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા હડકંપ મચી ગયો

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર એનર્જી સાયન્ય એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીએ શુક્રવારે સાંજે જીવન ટૂંકાવ્યું હતું. મૃતક વિદ્યાર્થી પરીક્ષા હોલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. જોકે, આ દાવાની સત્તાવાર રીતે સંપૂર્ણ પુષ્ટિ થવી હજુ બાકી છે.

આ પણ વાંચો....મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

IIT બોમ્બે તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તે પરીક્ષા બાદ પોતાના હોસ્ટેલમાં પરત ગયો હતો. ત્યારબાદ મોડી સાંજે હોસ્ટેલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું. ઘટનાની જાણ થતાં સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ. વિદ્યાર્થીના મોત બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા અને પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.

વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનાની સઘન અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સંસ્થાના પ્રશાસન તરફથી કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીઓને જરૂરી સહાય આપવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાક્રમમાં પરીક્ષાની ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં,. તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

IIT બોમ્બેએ શું જણાવ્યું?

IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, મૃતક સાહિલે ક્વેશ્ચન પેપર ChatGPT પર અપલોડ કર્યું હતું. આ મામલે વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોલીસના જણાવ્યા મુજબ, પરીક્ષા સાંજે 4 વાગ્યે પૂરી થઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો હતો. સાંજે તે પોતાના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, આ મામલે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી. સંબંધિત શિક્ષક અને વિભાગીય વડાએ વિદ્યાર્થી સાથે વાતચીત કરી, તેનું કાઉન્સેલિંગ કર્યું અને તેને આશ્વાસન આપ્યું કે આ ઘટનાની તેના શૈક્ષણિક કરિયર પર કોઈ માઠી અસર નહીં પડે.

ત્યારબાદ વિદ્યાર્થી પોતાના હોસ્ટેલના રૂમમાં પાછો ફર્યો હતો. જોકે, મોડી સાંજે તે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વિદ્યાર્થીના નિધન પર IIT બોમ્બેએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સંસ્થા દ્વારા ઘટનાથી પ્રભાવિત વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, શિક્ષકો અને અન્ય લોકોને જરૂરી મદદ અને સહયોગ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીના મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Frequently Asked Questions

IIT બોમ્બેમાં કઈ ઘટના બની હતી?

IIT બોમ્બેમાં એનર્જી સાયન્ય એન્ડ એન્જિનિયરિંગ વિભાગના એક બીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

વિદ્યાર્થીએ આત્મહત્યા કયા સંજોગોમાં કરી હોવાનું કહેવાય છે?

વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો અને તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હોવાનો દાવો છે. આ ઘટના બાદ તે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ ઘટના બાદ IIT બોમ્બે દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી?

IIT બોમ્બેએ જણાવ્યું કે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેને કાઉન્સેલિંગ આપીને આશ્વાસન અપાયું હતું કે તેના શૈક્ષણિક કરિયર પર કોઈ માઠી અસર નહીં પડે.

વિદ્યાર્થીઓ દ્વારા કઈ માંગણીઓ કરવામાં આવી રહી છે?

વિદ્યાર્થીઓ સમગ્ર ઘટનાની સઘન અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. તેઓએ પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Advertisement

વિડિઓઝ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Embed widget