શોધખોળ કરો
Advertisement
JEE Main ની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે યોજાશે NEET Exam
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 10માં અને 12માંની પરીક્ષા પણ જલદી યોજશે.
નવી દિલ્હીઃ આઈઆઈટીમાં એડમિન લેવા માટે JEE પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે. કોરોનાના કારણે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી. હવે 18થી 23 જુલાઈ વચ્ચે JEE MAINની પરીક્ષા યોજાશે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં એડમિશ માટે NEETની પરીક્ષા 26 જુલાઈના રોજ યોજાશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)એ જેઈઈ તથા નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી હતી.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું, IIT-JEE (MAIN) પરીક્ષા 18, 20, 21, 22 અને 23 જુલાઈના રોજ યોજાશે. ઓગસ્ટમાં યોજાનારી IIT-JEE એડવાન્સ પરીક્ષાની તારીખ બાદમાં જાહેર કરાશે. NEET પરીક્ષા 26 જુલાઈએ યોજાશે.
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 10માં અને 12માંની પરીક્ષા પણ જલદી યોજશે.
JEE MAIN નું આયોજન દેશભરની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે થાય છે. દેશભરમાં આશરે 15 લાખથી વધારે વિદ્યાર્થીએ નીટ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે નવ લાખથી વધુ સ્ટુડન્ટ્સે જેઈઈ-મેંસ પરીક્ષા માટે અરજી કરી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion