શોધખોળ કરો

Rain Alert: ચોમાસાને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ,જાણો લેટેસ્ટ આગાહી  

ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોને છોડીને દેશમાં જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.

IMD Rain Prediction: ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોને છોડીને દેશમાં જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ ડિજિટલી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જુલાઈમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.  જે લાંબા ગાળાની સરેરાશ 28.04 સેમીની (LPA) કરતાં 106 ટકા વધુ હોઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું "ઉત્તર-પૂર્વ ભારતના ઘણા ભાગો અને ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં, દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે,"   IMDએ જણાવ્યું કે પશ્ચિમ કિનારા સિવાય ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને પશ્ચિમ કિનારાના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે."

IMDએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો અને મધ્ય ભારતના આસપાસના વિસ્તારો અને દક્ષિણ-પૂર્વ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગો સિવાય દેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની અપેક્ષા છે.

જુલાઈમાં સારા વરસાદની આગાહી

મહાપાત્રાએ કહ્યું, "અમે જુલાઈમાં ચોમાસા દરમિયાન સારા વરસાદની અપેક્ષા રાખીએ છીએ," 

IMDએ જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૂન મહિનો 1901 પછીનો સૌથી ગરમ મહિનો હતો, જેમાં સરેરાશ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ હતું. IMD ડેટા અનુસાર, આ પ્રદેશમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન 38.02 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.96 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

સરેરાશ લઘુત્તમ તાપમાન 25.44 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.35 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. IMDના વડાએ જણાવ્યું હતું કે જૂનમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.65 ડિગ્રી સેલ્સિયસ વધારે છે અને 1901 પછી સૌથી વધુ છે.  

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget