શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

Tomorrow Weather Update 2026: દિલ્હી-NCR સહિત 6 રાજ્યોમાં હીટવેવની આગાહી, જ્યારે મહારાષ્ટ્ર, કેરળ અને યુપી-બિહારના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8 જૂને 11 રાજ્યોમાં ભારે વરસાદ, 80 કિમી/કલાક વાવાઝોડું.
  • દિલ્હી, રાજસ્થાન, પંજાબમાં 12 જૂન સુધી હીટવેવની આગાહી.
  • યુપી, બિહાર, મધ્યપ્રદેશ, કેરળમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી.
  • મહારાષ્ટ્ર, આંધ્રમાં ચોમાસું શરૂ, 9 જૂન સુધી ભારે વરસાદ.

Tomorrow Weather Update 2026: આખો દિવસ આકરો તાપ સહન કર્યા પછી હવે સાંજના સમયે વાવાઝોડા અને વરસાદનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળે છે. હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ અપડેટ મુજબ, આવતીકાલે 8 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ દરમિયાન 80 કિમી/કલાકની જોરદાર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે બીજી તરફ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના કેટલાક ભાગોમાં 12 જૂન સુધી હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

દેશના અલગ-અલગ રાજ્યોમાં આવતીકાલનું (8 જૂન) હવામાન કેવું રહેશે?

દિલ્હી-NCR (8 થી 11 જૂન): દિલ્હીમાં ભીષણ ગરમીથી થોડી રાહત રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે અને છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. દિલ્હીમાં ચોમાસું 25 જૂન પછી જ એન્ટ્રી મારશે.

ઉત્તર પ્રદેશ (8 થી 12 જૂન): પૂર્વાંચલના આઝમગઢ, મઉ, દેવરિયા, વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે.

બિહાર (8 થી 12 જૂન): 8 જૂન માટે બિહારના 12 જિલ્લાઓ (પટના, ગયા, બક્સર વગેરે) માં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ભાગલપુર અને બાંકામાં ભારે વરસાદ પડી શકે છે અને 9-10 જૂને મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

મધ્યપ્રદેશ (8 જૂન): વિદિશા, નર્મદાપુરમ, રાયસેન અને ખંડવા જેવા જિલ્લાઓમાં 70 kmph ની ઝડપે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈન સહિતના 22 જિલ્લાઓમાં 50 kmph ની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચોઃ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

રાજસ્થાન (8 થી 11 જૂન): બિકાનેર, કોટપુતલી અને ઝાલાવાડમાં વરસાદની આગાહી છે. જોકે, 8 જૂનથી વાવાઝોડાનું જોર ઘટશે અને પશ્ચિમ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં તાપમાન ફરી 44-46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

મહારાષ્ટ્ર (8 થી 15 જૂન): મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. વિદર્ભ, મરાઠવાડા, સિંધુદુર્ગ અને રત્નાગિરીમાં 9 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નાગરિકોને ખુલ્લી પાવર લાઈનો અને ઝાડ નીચે ન ઊભા રહેવા સલાહ અપાઈ છે.

કેરળ અને તમિલનાડુ (8 જૂન): કેરળના મલપ્પુરમ, કોઝિકોડ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' છે. જ્યારે તમિલનાડુના ઇરોડ, સેલેમ, મદુરાઈ અને કન્યાકુમારી સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદ અને 40-50 kmph ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.

આંધ્રપ્રદેશ (8 થી 17 જૂન): અનંતપુર અને તિરુપતિમાંથી ચોમાસું શરૂ થઈ ગયું છે. રાયલસીમા વિસ્તારમાં 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને 13-14 જૂન આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

Frequently Asked Questions

આવતીકાલે (8 જૂન) ભારતના કેટલા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે?

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે 8 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ દરમિયાન 80 કિમી/કલાકની જોરદાર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

ભારતના કયા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે અને ક્યાં સુધી?

દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિતના કેટલાક ભાગોમાં 12 જૂન સુધી હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.

કયા રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ક્યાં તેની રાહ જોવાઈ રહી છે?

મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જ્યારે દિલ્હીમાં ચોમાસું 25 જૂન પછી જ એન્ટ્રી મારશે.

8 જૂનના રોજ કયા રાજ્યોમાં ભારે વરસાદ માટે 'રેડ' અથવા 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરાયું છે?

કેરળના 5 જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' છે. બિહારના 12 જિલ્લામાં 8 જૂન માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કરાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget