શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે, 45 કિમીની ઝડપે ફૂંકાશે પવન

IMD Rain Alert: એક તરફ મોટાભાગના રાજ્યોમાં વરસાદ છે, તો બીજી તરફ કેટલાક રાજ્યો ગરમીથી શેકાશે. પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મરાઠવાડા, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં આકરી ગરમી પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડશે.
  • ઉત્તર અને મધ્ય ભારતમાં ધૂળભરી આંધી સાથે વરસાદની શક્યતા.
  • ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી.
  • અમુક રાજ્યોમાં 40 ડિગ્રી પાર તાપમાન, આકરી ગરમી પડશે.

Weather Forecast May 7: ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, 7 મે (ગુરુવાર) ના રોજ દેશના હવામાનમાં મોટો પલટો જોવા મળશે. દિલ્હી, પંજાબ અને હરિયાણાથી લઈને ઉત્તર-પૂર્વ તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે બીજી તરફ, દેશના અમુક હિસ્સાઓમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી જશે અને આકરી ગરમીનો અહેસાસ થશે. ટૂંકમાં, આવતીકાલે દેશનો અડધો ભાગ વરસાદથી ભીંજાશે જ્યારે બાકીના ભાગમાં લોકો આકરા તાપનો સામનો કરશે.

ઉત્તર અને મધ્ય ભારતમાં કેવું રહેશે હવામાન?

ગુરુવારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં વાતાવરણ બગડી શકે છે. અહીં 30 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી અને પવન ફૂંકાવા સાથે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.

ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી

ઉત્તર-પૂર્વના રાજ્યોની વાત કરીએ તો 7 અને 8 મેના રોજ મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. આસામમાં પણ હળવો વરસાદ પડશે. 7 થી 10 મે વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારો અને સિક્કિમમાં પણ વાવાઝોડા સાથે વરસાદ ખાબકી શકે છે. તાજેતરમાં જ બિહારના પટનામાં હવામાન પલટાયું છે અને સમસ્તીપુર તેમજ નાલંદા સહિત 10 જિલ્લાઓમાં ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં

આ રાજ્યોમાં પડશે આકરી ગરમી

એક તરફ મોટાભાગના રાજ્યોમાં વરસાદ છે, તો બીજી તરફ કેટલાક રાજ્યો ગરમીથી શેકાશે. પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મરાઠવાડા, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં આકરી ગરમી પડશે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ જઈ શકે છે. આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક ભાગોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે અને તાપમાન 36 થી 40 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદની એન્ટ્રી

IMDના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતની સાથે સાથે દક્ષિણ ભારત પણ વરસાદથી બાકાત નથી. ગુરુવારે તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

Gujarat Weather: ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી: આ 6 જિલ્લામાં માવઠું પડશે

Frequently Asked Questions

7 મેના રોજ દેશના કયા ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે?

દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.

ઉત્તર અને મધ્ય ભારતમાં 7 મેના રોજ હવામાન કેવું રહેશે?

દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ધૂળભરી આંધી, પવન અને વરસાદની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે.

ઉત્તર-પૂર્વ ભારતના કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે?

મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં 7 અને 8 મેના રોજ ભારે વરસાદની આગાહી છે. આસામમાં હળવો વરસાદ રહેશે.

કયા રાજ્યોમાં 7 મેના રોજ આકરી ગરમી પડશે?

પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મરાઠવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ જઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Embed widget