શોધખોળ કરો

કયા 11 રાજ્યોમાં ધોધમાર વરસાદને લઈને IMD શું કરી મોટી આગાહી? જાણો વિગત

હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં તોફાનની આશંકા પણ વ્યક્ત કરી છે. કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, કેરળ અને કર્ણાટક સહિત 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં તોફાનની આશંકા પણ વ્યક્ત કરી છે. કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્વિમ, ઉત્તર-પશ્વિમ અરબ સાગર, દક્ષિણ-પશ્વિમ બંગાળની ખાડી ઉપરાંત આંદમાન સાગરથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના પણ છે. જેની અસર ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં વધારે જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશના હરદા, બૈતૂલ, હોશંગાબાદ, રાયસેણ, વિદિશા અને સિહોર સહિત 30 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 950 મિલીમીટર સામાન્ય વરસાદ નોંધાયો છે. રવિવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પાસે હદસાર અને ભારમૌરને જોડનારો પુલ ધરાશાયી થઈ ગયો હતો. જેથી મણિમહેશ યાત્રા અટકાવી દેવામાં આવી છે. આ સાથે જ શિમલા જિલ્લામાં ભારે વરસાદ બાદ બઢાવ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરી દેવાયો છે. આંધ્રપ્રદેશમાં વરસાદ સામાન્ય રહેશે. જ્યારે ઉત્તર તટીય વિસ્તારના વિશાખાપટ્ટન, શ્રીકાકુલમ, પૂર્વ ગોદાવરી અને પશ્વિમ ગોદાવરી જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સાથે જ આગામી પાંચ દિવસ તેલંગાણા, આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તાર, રાયલસીમા અને પુડ્ડુચેરીના યનમ શહેરમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget