શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત-ચીન સીમા વિવાદઃ લદ્દાખમાં તણાવની વચ્ચે ચીને LAC પર સૈનિકો અને ટેન્કોની સંખ્યા વધારી
ભારત અને ચીનની વચ્ચે કેટલાય મહિનાથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. કેટલીય વાર બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ચૂકી છે
નવી દિલ્હીઃ સીમા પર તણાવની વચ્ચે ચીને પોતાના સૈનિકોી સંખ્યા વધારી દીધી છે. સુત્રો અનુસાર મળેલી માહિતી પ્રમાણે લદ્દાખમાં વિવાદિત વિસ્તારમાં ચીને સૈનિકોની સાથે ટેન્કોની સંખ્યા પણ વધારી દીધી છે. તાજેતરમાંજ 29-30 ઓગસ્ટે પેન્ગોંગ લેકની દક્ષિણ સીમાં પર બન્ને દેશોના સૈનિકોની વચ્ચે અથડામણ થઇ હતી.
ભારત અને ચીનની વચ્ચે કેટલાય મહિનાથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. કેટલીય વાર બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ચૂકી છે. ચીને ભારતીય સીમા પર ઘણીવાર ઘૂસણખોરી કરવાની કૌશિશ કરી છે, પરંતુ દરેક વખતે પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો છે.
29 અને 30 ઓગસ્ટની રાત્રે ભારતના પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ સો વિસ્તારમા યથાસ્થિતિ બદલવા માટે ચીની સેના દ્વારા કરવામાં આવી રહેલી ઘૂસણખોરીને નિષ્ફળ કરી દીધી હતી. પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને પૂર્વીય લદ્દાખમાં છેલ્લી સામાન્સ સહમતિની ઉલ્લંઘન કર્યુ હતુ, અને યથાસ્થિતિને બદલવા માટે સૈન્ય ઘૂસણખોરી પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion