શોધખોળ કરો

ભારતીય બજારમાંથી બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કેન કેમ ગાયબ? જાણો અછત પાછળનું મોટું કારણ

સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો અને પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે બીયર અને સોફ્ટ ડ્રિંક્સ કંપનીઓ માટે પેકેજિંગનું મોટું સંકટ ઊભું થયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં બીયર, સોફ્ટ ડ્રિંક્સ કેનની ગંભીર અછત.
  • વધતી માંગ સામે સ્થાનિક કેન ઉત્પાદન અપૂરતું છે.
  • પશ્ચિમ એશિયા યુદ્ધે આંતરરાષ્ટ્રીય સપ્લાય ખોરવી.
  • કંપનીઓ મોંઘા ભાવે કેન આયાત કરી રહી છે.

India beer can shortage: જો તમે પણ મિત્રો સાથે બીયરની મજા લેવાના શોખીન છો અથવા ઉનાળામાં સોફ્ટ ડ્રિંક્સ પીવાનું પસંદ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હાલમાં ભારતના બજારમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીઓ એક મોટી અને ગંભીર પેકેજિંગ કટોકટીનો સામનો કરી રહી છે. આ કટોકટી પીણાંની નહીં, પરંતુ જેમાં આ પીણાં પેક થાય છે તેવા એલ્યુમિનિયમ કેનની છે.

આ સમસ્યાને કારણે બજારમાં કેટલાક લોકપ્રિય ઉત્પાદનોના પુરવઠા પર સીધી અસર પડી શકે છે. હવે સામાન્ય ગ્રાહકોના મનમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે અચાનક આ એલ્યુમિનિયમ કેનની અછત કેમ ઊભી થઈ અને શું ખરેખર બજારમાંથી બીયર ગાયબ થઈ જશે?

કેમ સર્જાઈ એલ્યુમિનિયમ કેનની આટલી મોટી અછત?

છેલ્લા 2 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સ માટે પેકેજિંગ તરીકે એલ્યુમિનિયમ કેનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. ગ્રાહકો હવે કાચની બોટલ કરતાં કેન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

આ ટ્રેન્ડને કારણે છેલ્લા 2 વર્ષમાં કેનવાળા પીણાંનો વેચાણ હિસ્સો બમણો થઈ ગયો છે. હાલમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કુલ વાર્ષિક વેચાણમાં કેનનો હિસ્સો 25 ટકા એટલે કે એક ક્વાર્ટરથી પણ વધુ નોંધાયો છે.

પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે બજારમાં જે ઝડપે કેનની માંગ વધી છે, તે ઝડપે તેનું ઉત્પાદન વધી શક્યું નથી. સ્થાનિક ઉત્પાદનોની આ મર્યાદિત ક્ષમતાને કારણે બજારમાં કેનનો જંગી શોર્ટફોલ ઊભો થયો છે.

પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર અસર

માંગ સામે ઉત્પાદન તો ઓછું છે જ, પણ પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે કરી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો છે.

બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કંપનીઓને દેશમાં વધારાના 600 મિલિયન એલ્યુમિનિયમ કેનની તાત્કાલિક જરૂર છે, પરંતુ હાલમાં આ આંકડાનો માત્ર 50 ટકા હિસ્સો જ મળી રહ્યો છે.

ભારતની મુખ્ય કેન ઉત્પાદક કંપનીઓ હાલમાં તેમની 100 ટકા ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરી રહી છે. ઉત્પાદન વધારવા માટે નવી મશીનરી અને નવી પ્રોડક્શન લાઇન સ્થાપિત કરવી પડે, જેમાં ઓછામાં ઓછો 1 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. તેથી તાત્કાલિક આ અછતને દૂર કરવી શક્ય નથી.

મોંઘા ભાવે આયાત કરવા મજબૂર બની કંપનીઓ

સ્થાનિક બજારમાં પૂરતા કેન ન મળવાને કારણે પીણાં કંપનીઓ હવે અન્ય દેશોમાંથી તેની આયાત કરવા માટે મજબૂર બની છે. આ અછતને પહોંચી વળવા કંપનીઓ સંયુક્ત આરબ અમીરાત (UAE), શ્રીલંકા અને કેટલાક દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો પર આધાર રાખી રહી છે.

વિદેશમાંથી આવતા આ આયાતી કેન સ્થાનિક ઉત્પાદિત કેન કરતાં બજારમાં 25 થી 30 ટકા જેટલા વધુ મોંઘા પડે છે. આ સીધા વધારાના ખર્ચને કારણે કંપનીઓનું પેકેજિંગ બજેટ ખોરવાયું છે અને તેમનો ખર્ચ સતત વધી રહ્યો છે.

જોકે, આ બધી જ પરિસ્થિતિઓનો અર્થ એવો બિલકુલ નથી કે દેશના બજારમાંથી બીયર સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. સમસ્યા મુખ્યત્વે બીયર કે સોફ્ટ ડ્રિંક્સની અછતની નથી, પરંતુ તેમને સુરક્ષિત રીતે પેક કરવા માટે વપરાતા એલ્યુમિનિયમ કેનની છે.

હા, એ વાત ચોક્કસ છે કે આ પેકેજિંગ કટોકટીના કારણે બજારમાં કેટલીક પસંદગીની બ્રાન્ડ્સના પુરવઠાને થોડા સમય માટે અસર થઈ શકે છે અને ગ્રાહકોને તેમની મનપસંદ બ્રાન્ડ શોધવામાં થોડી મુશ્કેલી પડી શકે છે.

Frequently Asked Questions

ભારતમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીઓ કઈ મુખ્ય સમસ્યાનો સામનો કરી રહી છે?

કંપનીઓ બીયર અને સોફ્ટ ડ્રિંક્સ માટે વપરાતા એલ્યુમિનિયમ કેનની ગંભીર પેકેજિંગ કટોકટીનો સામનો કરી રહી છે. આનાથી બજારમાં લોકપ્રિય ઉત્પાદનોના પુરવઠા પર સીધી અસર પડી શકે છે.

એલ્યુમિનિયમ કેનની અછત શા માટે સર્જાઈ છે?

છેલ્લા 2 વર્ષમાં કેનવાળા પીણાંની માંગ ખૂબ વધી છે અને વેચાણ બમણું થયું છે. જોકે, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા આ વધેલી માંગને પહોંચી વળી નથી, જેથી અછત સર્જાઈ છે. પશ્ચિમ એશિયાના યુદ્ધે પણ સપ્લાય ચેઇન ખોરવી છે.

કેનની અછતને પહોંચી વળવા કંપનીઓ શું કરી રહી છે?

સ્થાનિક બજારમાં પૂરતા કેન ન મળતા કંપનીઓ UAE, શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી કેન આયાત કરવા મજબૂર છે. આ આયાતી કેન સ્થાનિક કેન કરતાં 25-30% મોંઘા પડે છે.

શું આ કટોકટીના કારણે બજારમાંથી બીયર સંપૂર્ણપણે ગાયબ થઈ જશે?

ના, બીયર સંપૂર્ણપણે ગાયબ નહીં થાય. સમસ્યા પીણાંની નહીં, પરંતુ તેના પેકેજિંગ માટે વપરાતા એલ્યુમિનિયમ કેનની છે. કેટલીક પસંદગીની બ્રાન્ડ્સના પુરવઠાને અસર થઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Advertisement

વિડિઓઝ

Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Embed widget