India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હીની હાલત ચિંતાજનક છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 22,775 નવા કેસ નોંધાયા છે અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,04,781 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1431 થયા છે.
COVID19 | India reports 22,775 new cases, 8,949 recoveries and 406 deaths in the last 24 hours.
Active caseload currently stands at 1,04,781. Recovery Rate currently at 98.32%
Omicron case tally stands at 1,431. pic.twitter.com/CiGR3FNB13 — ANI (@ANI) January 1, 2022
છેલ્લા 20 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા
31 ડિસેમ્બરે 16,764 નવા કેસ અને 220 લોકોના મોત થયા હતા. 30 ડિસેમ્બરે 13,154 નવા કેસ અને268 સંક્રમિતોના મોત થયા હતા. 29 ડિસેમ્બરે 9195 કેસ અને 302 સંક્રમિતોના મોત થયા હતા. 28 ડિસેમ્બરે 6358 કેસ નોંધાયા હતા. 27 ડિસેમ્બરે 6531 કેસ અને 162 સંક્રમિતોના મોત થયા હતા. 26 ડિસેમ્બરના રોજ 6987 કેસ અને 162 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 25 ડિસેમ્બરે 7189 નવા કેસ અને 387 સંક્રમિતોના નિધન થયા હતા. 24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા. 23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 22 ડિસેમ્બરે 6317 નવા કેસ 318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 145,16,24,150 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 58,11,487 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 75 હજાર 312
એક્ટિવ કેસઃ 1 લાખ 4 હજાર781
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 486