India Corona Cases: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50 લાખ નજીક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
Covid-19 Update: ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ અને 318 સંક્રમિતોના મોત થયા છે.
India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી 20 હજારને પાર થયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ અને 318 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,44,198 પર પહોંચી છે. જ્યારે રિકવરી રેટ 97.93 ટકા થયો છે.
છેલ્લા 6 દિવસમાં નોંધાયેલા કેસ
- 1 ઓક્ટોબરઃ 26,727
- 2 ઓક્ટોબરઃ 24,534
- 3 ઓક્ટોબરઃ 22,842
- 4 ઓક્ટોબરઃ 20,799
- 5 ઓક્ટોબરઃ 18,346
- 6 ઓક્ટોબરઃ 18,383
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 38 લાખ 94 હજાર 312
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 32 લાખ 258
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 44 હજાર 258
- કુલ મોતઃ 4 લાખ 49 હજાર 856
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 92,63,68,608 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 43,09,525 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
India reports 22,431 fresh COVID-19 cases, 24,602 recoveries, and 318 deaths in the last 24 hours
— ANI (@ANI) October 7, 2021
Active cases: 2,44,198
Total recoveries: 3,32,00,258
Death toll: 4,49,856
Total cases: 3,38,94,312
Vaccination: 92,63,68,608 (43,09,525 in last 24 hours) pic.twitter.com/5jJXWBK33O
કોરોના સંક્રમણને રોકવા આગામી 6થી8 સપ્તાહ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.