શોધખોળ કરો

દેશમાં 24 કલાકમાં 41 હજાર નવા કેસ, કુલ 93.51 લાખ સંક્રમિતોમાં 87.60 લાખ સ્વસ્થ થયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,322 નવા કેસ નોંધાયા છે. જ્યારે 485 લોકોના મોત થયા છે. સારા સમાચાર એ છે કે એક દિવસમાં 41,452 દર્દી સ્વસ્થ થયા છે.

નવી દિલ્હી: અમેરિકા બાદ કોરોના સંક્રમણ સૌથી વધુ ભારતમાં છે. આપણા દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 93 લાખને પાર પહોંચી ગઈ છે. આજે સતત 21માં દિવસે કોરોનાના 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,322 નવા કેસ નોંધાયા છે. જ્યારે 485 લોકોના મોત થયા છે. સારા સમાચાર એ છે કે એક દિવસમાં 41,452 દર્દી સ્વસ્થ થયા છે. કોરોનાના કેસ વધવાની આ સંખ્યા દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે છે. જ્યારેની મોતની સંખ્યમાં દુનિયમાં નવામાં નંબર પર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 93 લાખ 51 હજાર થયા છે. જેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 36 હજાર લોકોના મોત થયા છે. કુલ એક્ટિવ કેસ વધીને ચાર લાખ 54 પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 615 વધી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 87 લાખ 60 હજાર લોકોએ કોરોનાના મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં 41,452 દર્દી સ્વસ્થ થયા છે. 26 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ 20,000થી ઓછા છે અને 9 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ 20,000થી વધારે છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર દેશમાં 27 નવેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 13 કરોડ 80 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 10 લાખ સેમ્પલ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા. પોઝિટિવ રેટ સાત ટકા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટની ટકાવારી વધારે છે. રાહતના સમાચાર એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.46 ટકા છે જ્યારે રિકવરી રેટ 93.65 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછા છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું સાતમું સ્થાન છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયમાં સૌથી વધુ ભારતમાં થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget