શોધખોળ કરો
Advertisement
ભારતે રચ્યો ઇતિહાસ, બ્રહ્મોસને સુખોઇ સાથે જોડીને ઉડવામાં આવ્યું
નવી દિલ્લીઃ ભારતીય વાયુસેનાના મુખ્ય લડાકુ વિમાન સુખોઇ 30 MKIએ કાલ પહેલા વાર સુપરસોનિક ક્રૂજ પ્રક્ષેપાસ્ત્ર બ્રહ્મોસ સાથે સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. આ ઉડાન સાથે ભારતીય વાયુસેના દુનિયાની પહેલી એવી એરોફોર્સ બની ગઇ છે. જેના યુદ્ધ બેડામાં સુપરસોનિક અન ક્રૂજ મિસાઇલનો સમાવેશ કરવામાં આવ્યો હોય. ભારત હવે જળ, થલ અને આકાશમાં પરમાણું હૂમલો કરવામાં સક્ષમ થઇ ગયો છે.
ભારત અને રૂસે મળીને આ સુપરસોનિક ક્રૂજ બ્રહ્મોસ મિસાઇલનો વિકાસ કર્યો છે. આ પનડુબ્બી યુદ્ધપોત, જમીન અને વિમાન પરથી નિશાન બનાવી શકે છે. સુખોઇ 30 MKI ભારતીય વાયુસેનાનું અગ્રીમ લડાકૂ વિમાન છે. આનું નિર્માણ રૂસી કંપની સુખોઇ અને હિદુસ્તાન એરોનૉટિક્સના સહયોગથી કરવામાં આવ્યું છે.
બ્રહ્મોસ એરોસ્પેસના મુખ્ય કાર્યકારી અધિકારી સુધીર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, અઢી હજાર કિલોગ્રામ વજનના પ્રક્ષેપાત લડાકૂ વિમાન સાથે જોડીને ઉડનાર ભારત પહેલો દેશ બની ગયો છે. વિંગ કમાંડર પ્રશાંત નાયર અને એમએસ રજૂ લગભગ 45 મિનિટ સુધી બ્રહ્મોસની સાથે લઇને એસયૂ 30 MKI વિમાનને ઉડતા રહ્યા હિદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડના મુખ્યા ટી.સુવર્ણ રાજૂએ કહ્યું કે, આજની સફળતા બાદ આ બીજા પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion