શોધખોળ કરો
Advertisement
ભારત સહિત દુનિયાના આ દેશોમાં કોરોના દર્દીઓની સંખ્યા પહોંચી એક લાખને પાર, જુઓ એક ક્લિકમાં......
કોરોનાનો પ્રકોપ આખા વિશ્વ પર ફેલાયો છે, દુનિયાભરમાં કોરોના વાયરસથી 48 લાખ 90 હજાર લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, અને 3 લાખ 21 હજારથી વધુ લોકોના મોત થયા છે
નવી દિલ્હીઃ આજે દેશમાં કાતિલ કોરોનાના કેસો એક લાખને પાર કરી ગયા છે, આ સાથે જ ભારત વધુ એક એવા દેશના લિસ્ટમાં સામેલ થઇ ગયો કે જે દેશમાં એક લાખથી વધુ કોરોના સંક્રમિતો હોય.
હાલની સ્થિતિ પ્રમાણે, ભારતમાં 1 લાખ 1139 કોરોના સંક્રમિતો છે, અને 3 હજાર 163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જાણો બીજા કયા કયા દેશો આ લિસ્ટમાં સામેલ છે......
આ દેશોમાં કોરોનાના એક લાખથી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે.......
અમેરિકાઃ 15 લાખ 50 હજાર 294 કેસો
રશિયાઃ 2 લાખ 90 હજાર 678 કેસો
સ્પેનઃ 2 લાખ 78 હજાર 188 કેસો
બ્રાઝિલઃ 2 લાખ 55 હજાર 368 કેસો
બ્રિટનઃ 2 લાખ 46 હજાર 406 કેસો
ઇટાલીઃ 2 લાખ 25 હજાર 886 કેસો
ફ્રાન્સઃ 1 લાખ 79 હજાર 927 કેસો
જર્મનીઃ 1 લાખ 77 હજાર 289 કેસો
તુર્કીઃ 1 લાખ 50 હજાર 593 કેસો
ઇરાનઃ 1 લાખ 22 હજાર 492 કેસો
નોંધનીય છે કે, કોરોનાનો પ્રકોપ આખા વિશ્વ પર ફેલાયો છે, દુનિયાભરમાં કોરોના વાયરસથી 48 લાખ 90 હજાર લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, અને 3 લાખ 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. સૌથી મોટી વાત એ છે કે, અમેરિકામાં કોરોનાનો સૌથી વધુ ખતરો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion