શોધખોળ કરો

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

India monsoon report 2026: IMD ના રિપોર્ટ મુજબ દેશમાં સરેરાશ 34% વધુ વરસાદ, પરંતુ અલગ-અલગ રાજ્યોમાં આકાશી આફત અને દુષ્કાળ વચ્ચે મોટો તફાવત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં ચોમાસું સરેરાશ ૩૪% વધુ, પરંતુ વિતરણ અસમાન.
  • મધ્ય ભારતમાં ૧૨૧% થી વધુ વરસાદ, મુંબઈમાં પૂરની સ્થિતિ.
  • દિલ્હીમાં ઓછો વરસાદ, પૂર્વીય રાજ્યોમાં ૬૧% મોટી ખાધ.

India monsoon report 2026: ભારતમાં ચોમાસું હવે બરાબર જમાવટ કરી ચૂક્યું છે, પરંતુ આ વર્ષે મેઘરાજાનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયું છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદ માટે વલખાં મારી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના 1 જુલાઈથી 5 જુલાઈ, 2026 ના આંકડા મુજબ, દેશભરમાં સરેરાશ 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે (સામાન્ય 39.6 મીમીની સામે 53.3 મીમી), પરંતુ આ આંકડો વાસ્તવિકતા છુપાવે છે; કારણ કે વરસાદનું આ વિતરણ એકદમ અસમાન છે.

મધ્ય ભારત અને મુંબઈમાં કહેર

રિપોર્ટના પ્રાદેશિક આંકડાઓ પર નજર કરીએ તો મધ્ય ભારતમાં મેઘરાજાએ માઝા મૂકી છે. 1 થી 5 જુલાઈ દરમિયાન અહીં સામાન્ય 42.9 મીમીની સરખામણીમાં 94.9 મીમી વરસાદ ખાબક્યો છે, જે સીધો 121 ટકા વધુ વરસાદ દર્શાવે છે. મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો છે.

સૌથી ખરાબ હાલત મુંબઈ સહિત કોંકણ અને ગોવા પંથકની છે. અહીં સામાન્ય વરસાદ 184 મીમી હોવો જોઈએ, જેની સામે 469.2 મીમી વરસાદ નોંધાયો છે! એટલે કે સામાન્ય કરતા 155 ટકા વધુ વરસાદ. આ સતત અને અતિભારે વરસાદને કારણે આ વિસ્તારો પૂરનો સામનો કરી રહ્યા છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોની સ્થિતિ

બીજી તરફ, રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી-હરિયાણા-ચંદીગઢ પંથકમાં સામાન્ય 16.8 મીમી વરસાદની સામે માત્ર 14 મીમી વરસાદ પડ્યો છે, જે 17 ટકાની સીધી ખાધ દર્શાવે છે. જોકે, સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો ત્યાં 11 ટકા વધુ (સામાન્ય 36.7 મીમી સામે 40.7 મીમી) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં પણ અત્યાર સુધી વરસાદ મહેરબાન રહ્યો છે અને ત્યાં સામાન્ય 30.1 મીમીની સામે 35.8 મીમી (19 ટકા વધુ) વરસાદ થયો છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

બિહાર અને પૂર્વાંચલ: દેશની સૌથી મોટી ખાધ

ચોમાસાની આ વિચિત્ર પેટર્નમાં સૌથી વધુ નિરાશા પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને મળી છે. અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, સિક્કિમ, બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં વરસાદે જાણે મોઢું ફેરવી લીધું છે. આ રાજ્યોમાં 41.8 મીમી સરેરાશ વરસાદની સામે માત્ર 16.4 મીમી વરસાદ પડ્યો છે, જે 61 ટકાની અધધ ખાધ દર્શાવે છે. દેશભરમાં આ સૌથી મોટો દુષ્કાળ જેવો માહોલ છે.

ટૂંકમાં કહીએ તો, દેશના ચોપડે નોંધાયેલો 34 ટકા વધારાનો વરસાદ ખરેખર મધ્ય ભારત અને પશ્ચિમી કાંઠે પડેલા ભારે વરસાદનું પરિણામ છે, જ્યારે પૂર્વ ભારત હજુ પણ કોરું કટ છે. હવામાન વિભાગ આગામી દિવસોમાં આ અસમાન ચોમાસાની ચાલ પર સતત નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

Frequently Asked Questions

ભારતમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ નોંધાયો છે?

ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ, દેશભરમાં સરેરાશ 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 39.6 મીમીની સામે 53.3 મીમી છે.

કયા પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે?

મધ્ય ભારતમાં 121% વધુ અને મુંબઈ સહિત કોંકણ-ગોવા પંથકમાં 155% વધુ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ભારતના કયા પ્રદેશોમાં વરસાદની સૌથી વધુ ખાધ જોવા મળી છે?

પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 61% ની સૌથી મોટી વરસાદની ખાધ નોંધાઈ છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ 17% ઓછો વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget