શોધખોળ કરો
Advertisement
ભારતે બે પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલોનું કર્યું સફળ પરિક્ષણ, 300 કિમી સુધી દુશ્મનને ખાત્મો કરવામાં છે સક્ષમ
સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા 300 કિલોમીટર અંતર સુધી દુશ્મનને માર કરનારી બે મિસાઇલોનું પરીક્ષણ કરવામા આવ્યું હતું.
ભુવનેશ્વર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે બે પૃથ્વી બેલેસ્ટિક મિસાઇલોનું સફળતાપૂર્વક રાત્રી પરિક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા 300 કિલોમીટર અંતર સુધી દુશ્મનને માર કરનારી બે મિસાઇલોનું પરીક્ષણ કરવામા આવ્યું હતું.
આ પહેલા ભારતે બે હજાર કિલોમીટરની મારક ક્ષમતવાળી અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યં હતું. આ મિસાઇલ એ સપાટીથી સપાટી પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને તે મધ્યમ શ્રેણીની પરમાણુ સક્ષમ મિસાઇલ છે.
ગત વર્ષે પરમાણુ હથિયાર વહન કરવાવાળી સ્વદેશી મિસાઈલ પૃથ્વી-2 મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જે 350 કિલોમીટરના અંતર સુધી માર કરવામાં સક્ષમ છે. પૃથ્વી -2 મિસાઇલ 500-1000 કિગ્રા સુધીના હેરહેડ્સ વહન કરવામાં સંપૂર્ણ સક્ષમ છે અને તે બે એન્જિન પ્રવાહી બળતણ પર ચાલે છે. ભારતે ઓડિશા દરિયાકાંઠે પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ અગ્નિ -1 બેલિસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલની ફાયરપાવર 700 કિ.મી.થી વધુની હતી.India successfully carries out night-time test-firing of two Prithvi ballistic missiles off the coast of Odisha. The trials of the 300 km-range missiles was carried out by the Strategic Forces Command. pic.twitter.com/K2lYBqxXy6
— ANI (@ANI) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement