Indian Missiles: ચીન  અને પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારત સતત પોતાની સૈન્ય ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. બુધવારે ભારતે જમીનથી જમીન પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 150 કિલોમીટરથી 500 કિલોમીટર વચ્ચે નિશાન ભેદી શકે છે. ઓડિશા સ્થિત ડો એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડથી આ મિસાઇલ છોડવામાં આવી હતી. આ મિસાઇલને ડીઆરડીઓએ વિકસિત કરી છે. આ મિસાઇલ એક ટન સુધી વોરહેડ લઇ જઇ શકે છે.


આ અગાઉ પરમાણુ હથિયાર લઇ જવા સક્ષમ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું ભારતે શનિવારે સફળ પરિક્ષણ કર્યું હતું. બે હજાર કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી નેક્સ્ટ  જનરેશન મિસાઇલનું પરીક્ષણ બાલાસોરમાં  કરાયું  હતું. આ મિસાઇલને ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી છે.


ડીઆરડીઓએ અગ્નિ-પ્રાઇમને અગ્નિ-1 અને અગ્નિ-2 સીરિઝની મિસાઇલથી વધુ આધુનિક તૈયાર કરી છે. આ મિસાઇલની રેન્જ ભલે ઓછી હોય પરંતુ તેમાં ટેકનોલોજી અગ્નિ-5ની ઉપયોગ કરાઇ છે. આ કારણ છે કે આ દુશ્મનની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને પણ થાપ આપવામાં  સફળ થઇ શકે છે. આ મિસાઇલને ભારતે પાકિસ્તાનની ઓછા અંતરની પરમાણુ મિસાઇલની ટક્કર માટે તૈયાર કરી છે.






આ મહિનાની શરૂઆતમાં ભારતે બે મિસાઇલ ટેસ્ટ કરી હતી. આઠ ડિસેમ્બરના રોજ ભારતે સુખોઇ ફાઇટર પ્લેનથી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ  બ્રહ્મોસના એર વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓએ કહ્યું કે આ પરીક્ષણથી દેશની અંદર બ્રહ્મોસ મિસાઇલો એર એડિશનનું પ્રોડક્શન સિસ્ટમનો રસ્તો સાફ થઇ જશે.


Secret Feature : આઇફોનમાં છે આ એક સિક્રેટ ફિચર, આનો યૂઝ કરીને તમે પણ બની શકો છો James Bond...........


મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”


Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની


રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી