શોધખોળ કરો

ભારત અને અમેરિકા વચ્ચે ક્યારે થશે ટ્રેડ ડીલ ? ટ્રમ્પના ટેરિફ વચ્ચે સામે આવ્યું મોટુ અપડેટ

ANI ના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતની ટીમ યુએસમાં છે. તેઓ એ પ્રયાસ કરી રહ્યા છે કે શું અમે બંને પક્ષો માટે સમાધાન કરી શકીએ.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. આ સંદર્ભમાં ટ્રેડ ડીલ માટે નિયુક્ત યુએસ રાજદૂતે ભારતમાં તમામ હિત્તધારકો સાથે મુલાકાત કરી જે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટું  અપડેટ

સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતની ટીમ યુએસમાં છે. તેઓ એ પ્રયાસ કરી રહ્યા છે કે શું અમે બંને પક્ષો માટે સમાધાન કરી શકીએ.  સઘન ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "અમેરિકામાં ભારતની નિકાસ વધી રહી છે અને ચાલુ રહી શકે છે. 45% નિકાસ હજુ પણ ટેરિફ કવરેજની બહાર છે."

એક ભારતીય પ્રતિનિધિમંડળ યુએસની મુલાકાત લેશે

આ અઠવાડિયે, વાટાઘાટોને ઝડપી બનાવવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ માટે યુએસની મુલાકાત લેશે. ગયા મહિને, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ન્યૂયોર્ક કર્યું હતું, ત્યારબાદ બંને પક્ષો પરસ્પર ફાયદાકારક વેપાર કરાર તરફ વાટાઘાટોને વેગ આપવા સંમત થયા હતા.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI) ના એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે વોશિંગ્ટન ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટોને ઝડપી બનાવવા આતુર છે. રિપોર્ટ અનુસાર, ચીન તરફથી રેઅર અર્થ મિનરલ્સ પર નિયંત્રણ અને અમેરિકા-ચીન ટ્રેડ વોરના વધવાથી  વોશિંગ્ટનને તેના સાથી દેશો સાથેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ ગુરુવારે (16 ઓક્ટોબર, 2025) ના રોજ વેપાર વાટાઘાટો માટે અમેરિકામાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે જોડાશે. આ બેઠક દરમિયાન, ભારતે અમેરિકાથી ઊર્જા આયાત વધારવાની યોજનાનો સંકેત આપ્યો છે. છેલ્લા સાતથી આઠ વર્ષમાં અમેરિકાથી ઊર્જા ખરીદી, મુખ્યત્વે ક્રૂડ તેલ, 25 અબજ ડોલરથી ઘટીને આશરે 12-13 અબજ ડોલર થઈ ગઈ છે. 

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સુધરી રહ્યા છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ અટકી હતી. પરંતુ હવે તેમાં પ્રગતિ જોવા મળી રહી છે. હાલમાં જ અમેરિકાનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું હતું. ભારતીય દળ પણ આ સપ્તાહે અમેરિકા જઈ રહ્યું છે. જે સંકેત આપે છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વેપાર કરાર થશે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget