શોધખોળ કરો

Indian Air Force: ઓપરેશન સિંદૂર હજુ એક એકશન? ભારતીય વાયુસેનાને આપી ખુલ્લી છૂટ, જાણો અપડેટસ

Indian Air Force: ઓપરેશન સિંદૂર પછી, ભારતીય વાયુસેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. જો તેમને કંઈક શંકાસ્પદ દેખાય, તો તેઓ સંપૂર્ણ તાકાતથી જવાબ આપી શકે છે.

Operation Sindoor: 6-7 મેની રાત્રે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલા બાદથી પાકિસ્તાન સતત LoC પર ગોળીબાર કરી રહ્યું છે. સરહદ પારથી થયેલા આ કાયરતાપૂર્ણ કૃત્યને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેનાને હવે છૂટ આપવામાં આવી છે. વાયુસેનાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તેમને કંઈપણ શંકાસ્પદ દેખાય તો તેઓ સંપૂર્ણ તાકાતથી જવાબ આપી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NSA અજિત ડોભાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. NSA અજિત ડોભાલ પ્રધાનમંત્રી મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મીટીગ યોજી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં એક સર્વપક્ષીય બેઠક પણ યોજાશે. આ બેઠકમાં તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.

દેશભરના 27 એરપોર્ટ હાલ માટે બંધ છે

દેશભરના 27 એરપોર્ટ હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના એરપોર્ટ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં છે. આમાં શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણાના એરપોર્ટનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની સેનાએ LoC પર ભારે ગોળીબાર કર્યો

બુધવારે (7મે)ના રોજ, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો. આ હુમલામાં ચાર બાળકો અને એક સૈનિક સહિત 13 લોકો માર્યા ગયા હતા. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પાકિસ્તાન સેના દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પંજાબના ફિરોઝપુરની આસપાસના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા છે

ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો છે અને  તેમની ઘણી ચોકીઓનો નાશ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારે ગોળીબારને કારણે સ્થાનિક લોકોને પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પંજાબના ફિરોઝપુર જિલ્લાના કેટલાક સરહદી ગામોના લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Embed widget