શોધખોળ કરો
Advertisement
આ સરકારી વિભાગે બહાર પાડી ધોરણ-10 પાસ માટે નોકરીઓ, પગાર 19,000થી વધારે
વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ.
નવી દિલ્હીઃ ભારતીય પોસ્ટ વિભાગે 10 પાસ માટે સ્ટાફ કાર ડ્રાઈવર માટે કુલ 10 વેકેન્સી બહાર પાડી છે. યોગ્ય ઉમેદવાર આ પદ માટે ઓફલાઈન પોસ્ટ દ્વારા અરજી મોકલાવી શકે છે. અરજી મોકલવાની અંતિમ તારીખ 13 નવેમ્બર 2019 છે.
પદ: સ્ટાફ ડ્રાઇવર
કુલ જગ્યા : 10 (5 જનરલ કેટેગરી માટે છે.)
યોગ્યતા: આ પદો માટે વ્યક્તિ ધોરણ-10 પાસ હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર છે.
વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવા સાથે-સાથે ઓછામાં-ઓછો ત્રર્ણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. આ પદ માટે 19,900 પગાર આપવામાં આવશે. આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.
આ પદ માટે ઉમેદવારની પસંદગી તેની શૈક્ષણિક લાયકાત ઉપરાંત ડ્રાઈવિંગ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion