શોધખોળ કરો

ભારતનો AMCA પ્લાન મંજૂર, પાંચમી પેઢીનું આ દેશી ફાઇટર જેટ ઉડાડશે પાકિસ્તાન-ચીનની ઊંઘ

AMCA Programme: આનાથી ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે. આને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે

AMCA Programme: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે (27 મે, 2025) એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ માહિતી સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્ધારા આપવામાં આવી હતી. આનાથી ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે. આને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સરકારી અને ખાનગી બંને કંપનીઓને સમાન તક આપવામાં આવશે.

એમસીએ પાંચમી પેઢીનું ફાઇટર જેટ હશે, જે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાને સ્ટીલ્થ, સુપરસોનિક અને મલ્ટિરોલ ક્ષમતાઓથી સજ્જ ફાઇટર જેટ પૂરા પાડવાનો છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ઉદ્યોગ ભાગીદારી દ્વારા આ કાર્યક્રમને આગળ વધારવા માટે તૈયાર છે. આ એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ હશે.

ભારતે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું

ભારત દ્વારા લેવાયેલો આ નિર્ણય ત્યારે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે પાકિસ્તાન ચીન પાસેથી પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદી રહ્યું છે અને અહીં ભારત પર અમેરિકા અથવા રશિયા પાસેથી તે ખરીદવાનું દબાણ છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, "ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા અને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી છે."

એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ઉદ્યોગ સાથે ભાગીદારીમાં આ કાર્યક્રમનો અમલ કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ "એક્ઝીક્યુશન મોડેલ" અભિગમ ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેને સ્પર્ધાત્મક ધોરણે સમાન તક પૂરી પાડે છે. "તેઓ સ્વતંત્ર રીતે અથવા સંયુક્ત સાહસ અથવા કન્સોર્ટિયમ તરીકે બોલી લગાવી શકે છે," મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. એન્ટિટી/બિડર એક ભારતીય કંપની હોવી જોઈએ જે દેશના કાયદા અને નિયમોનું પાલન કરતી હોવી જોઈએ."

પાંચમી પેઢીના ફાઇટર જેટ કેટલા દેશો પાસે છે?

આ કાર્યક્રમને મંજૂરી મળ્યા પછી  ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા આવશે અને ભારતને વિદેશી લડાકુ વિમાનો પર આધાર રાખવો પડશે નહીં. એરોસ્પેસ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. સ્થાનિક કંપનીઓને નવીનતમ ટેકનોલોજી પર કામ કરવાની તક મળશે. હાલમાં વિશ્વમાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીન પાસે જ 5મી પેઢીના ફાઇટર જેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ગયા વર્ષે ફાઇટર એરક્રાફ્ટ કાર્યક્રમને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

આ પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ આશરે 15,000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તેની લાંબા ગાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AMCA પ્રોજેક્ટ પર આગ્રહ રાખી રહી છે. હળવા લડાયક વિમાનના વિકાસ પછી AMCA વિકસાવવામાં ભારતનો વિશ્વાસ નોંધપાત્ર રીતે વધ્યો છે.

ટોપ સ્ટોરી

India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત
NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
Embed widget