શોધખોળ કરો

યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!

સોશિયલ મીડિયા પર 'War Lockdown Notice' નામની PDF વાયરલ થઈ રહી છે, જેમાં યુદ્ધના કારણે દેશમાં ફરી લોકડાઉન લાગુ થવાનો દાવો કરાયો છે. પણ, આ મેસેજ શેર કરતા પહેલાં તેની અસલી હકીકત જાણી લેવી ખૂબ જરૂરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોશિયલ મીડિયા પર લોકડાઉનની અફવા, પરંતુ તે એપ્રિલ ફૂલ છે.
  • યુદ્ધના બહાને ગેરમાર્ગે દોરતી PDF ફાઈલ વાયરલ થઈ.
  • સરકારે લોકડાઉન અંગે કોઈપણ પ્રસ્તાવ નકાર્યો.
  • સત્તાવાર સ્ત્રોત તપાસ્યા વિના અફવાઓથી સાવચેત રહો.

હાલમાં ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધના તંગ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે. જોકે, હકીકત એ છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને આ માત્ર 1 એપ્રિલની (April Fool) મજાક છે. એક સરકારી આદેશ જેવી દેખાતી PDF ફાઈલ લોકોમાં ગભરાટ ફેલાવી રહી છે, પરંતુ તેને ખોલતા જ અંદરથી એપ્રિલ ફૂલનો મેસેજ નીકળે છે. સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ જ આદેશ કે લોકડાઉનનો પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી, તેથી લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.

વાયરલ લોકડાઉન નોટિસમાં શું દાવો કરાયો છે?

વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 'WAR LOCKDOWN NOTICE' નામની એક PDF ફાઈલ લોકો એકબીજાને શેર કરી રહ્યા છે. આ ફાઈલ જોવામાં બિલકુલ કોઈ સત્તાવાર સરકારી આદેશ જેવી જ લાગે છે. તેને સાચી સાબિત કરવા માટે તેમાં રાષ્ટ્રીય પ્રતીક 'અશોક ચક્ર'નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પીડીએફમાં એવું કહેવામાં આવ્યું છે કે યુદ્ધની કટોકટીને ધ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને લોકોને તાત્કાલિક સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આ નોટિસનો લુક એટલો પ્રોફેશનલ છે કે લોકોએ તેને વાંચ્યા કે સમજ્યા વગર જ ડરના માર્યા ફોરવર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ વાયરલ નોટિસ પાછળનું અસલી સત્ય શું છે?

જ્યારે આ વાયરલ દસ્તાવેજ એટલે કે PDF ફાઈલને ડાઉનલોડ કરીને ખોલવામાં આવે છે, ત્યારે જ તેનું સાચું સત્ય બહાર આવે છે. ખરેખર, આ કોઈ સરકારી ચેતવણી કે આદેશ નથી. જ્યારે તમે ફાઈલ ખોલો છો, ત્યારે અંદર માત્ર "એપ્રિલ ફૂલ ડે" (April Fool's Day) નો એક સામાન્ય મેસેજ અને એક હસવાવાળું ઈમોજી જોવા મળે છે. જે દર્શાવે છે કે આ બધું માત્ર કોઈની મસ્તી હતી. મોટાભાગના લોકોએ પીડીએફ ખોલીને અંદરનું લખાણ વાંચવાની તસ્દી લીધી ન હતી અને ગભરાટમાં ને ગભરાટમાં તેને શેર કરી દીધી હતી.

1 એપ્રિલનું કનેક્શન અને સરકારની સ્પષ્ટતા

આ ખોટો મેસેજ ફેલાવા પાછળનું મુખ્ય કારણ 1 એપ્રિલની તારીખ છે. સામાન્ય રીતે આ દિવસે લોકો સોશિયલ મીડિયા પર મિત્રો સાથે આવી મજાક-મસ્તી અને ફેક પોસ્ટ શેર કરતા હોય છે. નોંધવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધ કે લોકડાઉનને લઈને કોઈ જ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. હકીકતમાં, સરકારે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી છે કે હાલમાં દેશમાં કોઈપણ પ્રકારના લોકડાઉન માટેનો કોઈ જ પ્રસ્તાવ કે વિચાર સરકાર સમક્ષ નથી.

અફવાઓથી સાવધાન રહો

સોશિયલ મીડિયા પર ફરતી આ પોસ્ટ માત્ર એક ભ્રામક મજાક છે. તેની ભાષા અને લેઆઉટ એ રીતે સેટ કરવામાં આવ્યા હતા કે સામાન્ય માણસ તેને સાચી માની બેસે. આ વાયરલ પોસ્ટ એ વાતનો પુરાવો છે કે ખોટી માહિતી અને ડર દ્વારા સોશિયલ મીડિયા પર અફવાઓ કેટલી રોકેટ ગતિએ ફેલાય છે. નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે વોટ્સએપ કે ફેસબુક પર આવતા કોઈપણ સનસનાટીભર્યા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા, હંમેશા કોઈ સત્તાવાર ન્યૂઝ ચેનલ કે સરકારી વેબસાઈટ પર જઈને તેની ખરાઈ ચોક્કસથી કરી લેવી જોઈએ.

Frequently Asked Questions

શું દેશમાં ફરીથી લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે?

ના, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ માત્ર 1 એપ્રિલની મજાક છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ જ આદેશ કે લોકડાઉનનો પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.

વાયરલ લોકડાઉન નોટિસમાં શું દાવો કરાયો છે?

વોટ્સએપ પર 'WAR LOCKDOWN NOTICE' નામની PDF ફાઈલ શેર થઈ રહી છે, જેમાં યુદ્ધની કટોકટીને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યાનો દાવો કરાયો છે.

વાયરલ નોટિસ પાછળનું અસલી સત્ય શું છે?

PDF ફાઈલ ખોલતા જ 'એપ્રિલ ફૂલ ડે' નો મેસેજ અને એક ઈમોજી જોવા મળે છે. આ કોઈ સરકારી ચેતવણી નથી, પરંતુ એક મજાક છે.

આ ખોટો મેસેજ શા માટે ફેલાવવામાં આવ્યો?

આ ખોટો મેસેજ 1 એપ્રિલના રોજ ફેલાવવામાં આવ્યો હતો, જે દિવસે લોકો સોશિયલ મીડિયા પર આવી મજાક-મસ્તી કરતા હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Embed widget