શોધખોળ કરો
Advertisement
ઈસરોનું 48 કલાકનું કાઉંટડાઉન શરૂ, એક સાથે લૉંચ કરશે 20 સેટેલાઈટ્સ
નવી દિલ્લી: ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) 48 કલાકના કાઉંટડાઉન બાદ સતીશ ધવન સ્પેસ સેંટર શ્રીહરિકોટ્ટાથી 20 સેટેલાઈટ લૉંચ કરશે.
નેશનલ સ્પેસ એજન્સીના મિશન રેડીનેસ રિવ્યૂ કમિટિ અને લૉંચ ઓથોરાઈઝેશન બોર્ડના અધિકારીઓએ ગત રાત્રે એક બેઠક બાદ કાઉંટડાઉનની મંજૂરી આપી હતી.
બુધવારે સવારે 9:26 કલાકે પીએસએલવી સી 34ના માધ્યમથી આ સેટેલાઈટ્સને એક પછી એક 505 કિમીએ સૂર્યની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
આ સેટેલાઈટમાં કાર્ટોસેટ-2 સિરીઝ, બે ભારતીય વિદ્યાર્થીઓના સેટેલાઈટ અને યુએસ, કેનેડા, જર્મની અને ઈંડોનેશિયા જેવા વિદેશી કસ્ટમર માટે 17 નેનો-માઈક્રો સેટેલાઈટ્સનો સમાવેશ થાય છે.
ભારતીય લૉંચ વેહિકલ દ્વારા એક સાથે સૌથી વધુ સેટેલાઈટ એક સાથે સ્પેસમાં મોકલવાનું આ પહેલુ મિશન છે.
આવા પ્રયોગોને કારણે ભવિષ્યમાં સિંગલ મિશનમાં વધુ સેટેલાઈટ મૂકવામાં ઈસરોને વધુ સમર્થ બનાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion