શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ: ઇન્ટરનેટ સેવા બંધ, શ્રીનગરમાં કલમ 144 લાગુ

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ પર છે. કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા બાદ સરકારે એક એડવાઇઝરી જાહેર કર્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ ચાલી રહી છે. આ સંજોગોમાં રવિવારે સર્વદલીય બેઠક થઇ અને બાદમાં સરકારે એકાએક અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી છે તેમજ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને ઓમર અબ્દુલાને નજરકેદ કર્યા છે. એટલું જ નહીં કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો કાશ્મીરમાં સ્થિત તમામ યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી લેવામાં આવનારી તમામ પરીક્ષા પોસ્ટપોન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ: ઇન્ટરનેટ સેવા બંધ, શ્રીનગરમાં કલમ 144 લાગુ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઇઝરી બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. રવિવારે રાતે શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. શ્રીનગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથોસાથ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્કીએ દાવો કર્યો છે કે એમને એમના જ ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે. આ સંજોગોમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, કેબલ ટીવી પણ બંધ કરી દેવામાં આવી છે. કોઇ પણ નેતાને રેલી કાઢવાની પણ મંજૂરી નથી. નેતાઓ પર કરાયેલ કડકાઇ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ બધુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં જમ્મુમાં તમામ સ્કૂલ કોલેજની સાથોસાથ કેટલીક ઓફિસોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરમાં વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે તથા તમામ પર્યટકોને જમ્મુ કાશ્મીર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય હોટેલમાં ચૂસ્ત ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget