શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પુલવામામાં છુપાયા 2 આતંકી, સુરક્ષાદળ સાથે અથડામણ ચાલુ
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકિઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ ચાલુ છે. જાણકારી મુજબ પુલવામાના રાજપુરમાં સુરક્ષાદળોને બે આતંકિઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકિઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ ચાલુ છે. જાણકારી મુજબ પુલવામાના રાજપુરમાં સુરક્ષાદળોને બે આતંકિઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન સંદિગ્ધ આતંકિઓએ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દિધુ હતું. સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો અને બંને તરફથી ફાયરિંગ ચાલું છે.
આ પહેલા અનંતનાગ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોને બિજબેહરા વિસ્તારના પજલપોરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી, બાદમાં સુરશ્રાદળોએ તે વિસ્તારને કોર્ડન કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, સુરક્ષાદળોએ તેમને પકડવા માટે ઘેરાબંધી કરતા તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં ત્રણ આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement