શોધખોળ કરો
Advertisement
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? અમિત શાહે લોકસભામાં આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના મુદ્દ જવાબ આપ્યો અને જણાવ્યું કે, યોગ્ય સમય આવતા ફરી તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, યોગ્ય સમય આવતા ફરી તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું.
અમિત શાહે લોકસભામાં લોકસભામાં જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 મુદ્દે વાત કરવાની સાથે કોંગ્રસને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને પીઢિયો સુધી શાસન કરવાનો મોકો આપ્યો. તેમણે તેમનો ભૂતકાળને યાદ કરીને જાતને સવાલ પૂછવો જોઇએ કે, શું તે હાલ હિસાબ માંગવાને લાયક છે ખરા?
યોગ્ય સમય આવતા આપીશું પૂર્ણ સ્વરાજયનો દરજ્જો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર પુનગર્ઠન સંશોધન બિલનો રાજ્યના દરજ્જા સાથે કોઇ સંબંધ નથી અને યોગ્ય સમય આવતા જમ્મુ કાશ્મીરને પૂર્ણ સ્વરાજ્યનો દરજ્જો આપીશું. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનગઠન બિલ 2021 પર ચર્ચાનો જવાબ આપતા શાહે જણાવ્યું કે, ‘આ બિલામાં એવું ક્યાંય નથી લખ્યું કે, તેનાથી જમ્મુ કાશ્મીરને ભવિષ્યમાં પણ પૂર્ણ સ્વરાજ્યનો દરજ્જો નહીં મળે’ તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં પરંપરા હવે બદલાઇ છે. પહેલા માત્ર ત્રણ પરિવાર જ રાજ કરતા હતા હવે ત્યાં સામાન્ય લોકો શાસન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement