શોધખોળ કરો
Advertisement
જયા પ્રદાએ SPના ફિરોઝ ખાનને આપ્યો જવાબ, કહ્યું........
નવી દિલ્હીઃ ભાજપમાં સામેલ થયેલી અભિનેત્રી અને રામપુર લોકસભા સીટ પરથી ઉમેદવાર જયા પ્રદાએ તેના પર સમાજવાદી પાર્ટીના નેતા ફિરોઝ ખાને કરેલી અભદ્ર ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. જયા પ્રદાએ કહ્યું કે, આવી વાત કરવી સમાજવાદી પાર્ટીના સંસ્કાર છે. ફિરોઝ ખાન સામે કેસ પણ થઈ ચુક્યા છે.
ફિરોઝ ખાને શું કહ્યું હતું ફિરોઝ ખાને કહ્યું કે, એક દિવસ હું બસમાં જઈ રહ્યો હતો, રસ્તામાં ટ્રાફિક જામ હતો. તેમાં તેનો (જયા પ્રદા) કાફલો પણ ફસાયેલો હતો. મને લાગ્યું કે તે ટ્રાફિક ખુલ્લો કરાવવા ક્યાંક ઠુમકા ન મારી લે. ફિરોઝ ખાન આટલેથી અટક્યા નહોતા અને આગળ કહ્યું કે, હવે તો રામપુરની રાતો રંગીન થઈ જશે. ચૂંટણી માહોલ જામશે તો રામપુરના લોકો પણ ઘણા સારા છે. તેઓ વોટ તો આઝમ ખાનને જ આપશે પરંતુ મજા જરૂર લેશે. મને ચિંતા છે કે સંભલના લોકો પણ ક્યાંક મજા લૂંટવા ન જતા રહે. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી સંઘમિત્રા મૌર્ય પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોઈ ખુદને ગુંડી કહે કે નાચનારી, અમે તેના પર શું કહીએ ? અમે થોડું તેમને ચારિત્ર્યનું સર્ટિફિકેટ આપ્યું છે. લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ જયા પ્રદાના BJPમાં જોડાવા પર SPના નેતાએ કહ્યું- હવે રામપુરની રાતો રંગીન થઈ જશે, લોકો પણ લેશે મજા 1 એપ્રિલથી શેરબજારમાં થશે મોટો ફેરફાર, હવે આ રીતે જ થશે ટ્રાન્ઝેક્શન, જાણો વિગતેJaya Prada, BJP MP candidate from Rampur on Sambhal SP leader Firoz Khan's comment 'Rampur ki shaamein rangeen ho jaayengi ab jab chunavi mahual chalega' on her: Unpe toh already case lag gaya hai...SP (Samajwadi Party) walon ke yahi sanskar hain. pic.twitter.com/krOw8ots2P
— ANI UP (@ANINewsUP) March 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement