શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જેટ એયરવેઝે મને નોકરી આપવાનો ઈનકાર કર્યો હતો: સ્મૃતિ ઈરાની
નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોઈ જમાનામાં જેટ એયરવેઝના કેબિન ક્રૂ પદ માટે તેમની અરજીને એ કહીને નકારી દીધી હતી કે તેમનું વ્યક્તિત્વમાં ખાસ દમ નથી.
ટેલિવિઝન અભિનેત્રીથી નેતા બનેલી સ્મૃતિ ઈરાનીએ મઝાકિયા અંદાજમાં અરજી નકારવા માટે જેટ એયરવેઝનો આભાર માન્યો અને કહ્યું કે ત્યાં મને નોકરી નહીં મળ્યા પછી
તેમને મેકડોનાલ્ડમાં નોકરી કરી હતી અને ત્યારપછી જે થયું તે તમામ વાતો ઈતિહાસનો ભાગ છે.
ઈરાનીએ એક સમારોહમાં કહ્યું, મને નથી ખબર કે ઘણાં લોકોને આ વાતની જાણ હશે કે, સૌથી પહેલા કંઈ નોકરીની ઈચ્છા મેં વ્યક્ત કરી હતી. મેં જેટ એયરવેઝમાં કેબિન ક્રૂ
માટે અરજી કરી હતી, પરંતુ મારી પસંદગી થઈ નહોતી. અને મને જણાવવામાં આવ્યું હતું કે મારી પર્સનાલિટી સારી નથી. જેથી મારી અરજી નકારવા માટે તમારો આભાર.’
એયર પેસેન્જર એસોસિએશન ઑફ ઈંડિયા દ્ધારા આયોજીત એક પુરસ્કાર સમારોહમાં સ્મૃતિએ જેટ એયરવેઝના એક અધિકારીને પુરસ્કાર આપ્યા પછી આ વાત કહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion