શોધખોળ કરો
jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર 129 રૂપિયામાં મેળવો અનલિમિટેડ કોલિંગ અને અનેક ફાયદા
રિલાયન્સ JIOના અલગ-અલગ ગ્રાહકોની જરૂરિયાત મુજબ અલગ અલગ રિચાર્જ પ્લાન છે. જિયોના સસ્તા પ્લાનની શરૂઆત 129 રૂપિયાથી થાય છે. જો આપ આવા જ કોઇ સસ્તા પ્લાનની શોધમાં હો તો જિયો પાસે એવા અનેક રિચાર્જ પ્લાન છે.
![jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર 129 રૂપિયામાં મેળવો અનલિમિટેડ કોલિંગ અને અનેક ફાયદા jio recharge cheap plan 150 rupees get free calling on all networks free jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર 129 રૂપિયામાં મેળવો અનલિમિટેડ કોલિંગ અને અનેક ફાયદા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/10174540/3..jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રિલાયન્સ JIOના અલગ-અલગ ગ્રાહકોની જરૂરિયાત મુજબ અલગ અલગ રિચાર્જ પ્લાન છે. જિયોના સસ્તા પ્લાનની શરૂઆત 129 રૂપિયાથી થાય છે. જો આપ આવા જ કોઇ સસ્તા પ્લાનની શોધમાં હો તો જિયો પાસે એવા અનેક રિચાર્જ પ્લાન છે. જેમાં માત્ર દિવસના 5 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ફ્રી કોલ અને ડેટાનો ફાયદો મેળવી શકો છો. તો જાણીએ જિયોના કયા પ્લાનમાં એક દિવસનો 5 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થઇ શકે છે.
જિયોના આ પ્લાનમાં દિવસનો ખર્ચ માત્ર 3.86 રૂપિયા
રિલાયન્સ જિયોની પાસે રૂપિયા 1,299 રૂપિયાનો સૌથી વ્યાજબી રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને 336 દિવસની વેલિડીટી મળે છે એટલે કે, આ પ્લાનમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. જો ગણતરી કરીને જુઓ તો આ પ્લાનમાં દિવસનો ખર્ચ માત્ર 3.86 રૂપિયા થાય છે. આ પ્લાનમાં કોઇપણ નેટવર્ક સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો છે. આ પ્લાનમાં 24GB ડેટા અને 3600 SMS મોકલવાની પણ સુવિધા છે. આ સાથે જિયો એપ્સ અને કોમ્પ્લીમેન્ટ્રરી સબ્સક્રિપ્શન પણ મળે છે.
જિયોના આ પ્લાનમાં એક દિવસનો ખર્ચ4.6 રૂપિયા
129 રૂપિયાવાળો પ્લાન, આ જિયોનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. 129 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દિવસનો ખર્ચ 4.6 રૂપિયા થાય છે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં ફ્રી 300 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સાથે જિયો એપ્સ અને કોમ્પ્લીમેન્ટ્રરી સબ્સક્રિપ્શન પણ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)