શોધખોળ કરો

Ravish Kumar Resign: જાણીતા પત્રકાર રવીશ કુમારે NDTVમાંથી રાજીનામું આપ્યું, ટ્વિટર પર થવા લાગ્યું ટ્રેન્ડ

Ravish Kumar Resign:  જાણીતા પત્રકાર રવીશ કુમારે બુધવારે (30 નવેમ્બર) NDTVમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારથી તે ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. અદાણી ગ્રુપ હવે આ ન્યૂઝ ચેનલના અધિગ્રહણની નજીક પહોંચી ગયું છે.

Ravish Kumar Resign:  જાણીતા પત્રકાર રવીશ કુમારે બુધવારે (30 નવેમ્બર) NDTVમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારથી તે ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. આગલા દિવસે, NDTVના સ્થાપક પ્રણય રોય અને તેમની પત્ની રાધિકા રોયે પ્રમોટર જૂથના એકમ RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. વાસ્તવમાં, અદાણી ગ્રુપ હવે આ ન્યૂઝ ચેનલના અધિગ્રહણની નજીક પહોંચી ગયું છે.

આ ઘટનાક્રમ વચ્ચે, રોય દંપતિએ RRPR હોલ્ડિંગના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું. સાથે જ રવીશ કુમારે પણ ચેનલ છોડી દીધી છે. અદાણી ગ્રુપે આરઆરપીઆર હસ્તગત કરી હતી. NDTVમાં RRPR 29.18 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, રોય હજુ પણ પ્રમોટર્સ તરીકે એનડીટીવીમાં 32.26 ટકા હિસ્સો ધરાવે છે અને તેણે ન્યૂઝ ચેનલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું નથી.

નવા ડિરેક્ટરોની નિમણૂક થઈ

પ્રણય રોય એનડીટીવીના ચેરપર્સન છે અને રાધિકા રોય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. મંગળવારે સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલ સુચનામાં, NDTVએ જણાવ્યું હતું કે પ્રણય અને રાધિકા રોયે તાત્કાલિક અસરથી RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ (RRPRH) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે. NDTVએ જણાવ્યું હતું કે RRPR હોલ્ડિંગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંતિલ સિન્નૈયા ચેંગલવારાયણની બોર્ડમાં ડિરેક્ટર તરીકે તાત્કાલિક અસરથી નિમણૂકને મંજૂરી આપી છે.

આ નિમણૂકો અને રાજીનામાને મંગળવારે યોજાયેલી RRPRHના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ અઠવાડિયે RRPR હોલ્ડિંગ્સ પર નિયંત્રણ મેળવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા ભટ્ટાચાર્ય, પુગલિયા અને ચેંગલવારાયણને કંપનીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. રોય દંપતીએ 2009માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી કંપની પાસેથી 400 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન લીધી હતી. આ કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL) હતી. આ લોનના બદલામાં, VCPL ને વોરંટને RRPR હોલ્ડિંગ્સના શેરમાં રૂપાંતરિત કરવાનો અધિકાર મળ્યો. RRPR હોલ્ડિંગ્સ NDTVમાં 29.2 ટકા હિસ્સો ધરાવે છે.

ટોપ સ્ટોરી

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget