Karnataka Assembly Elections: કામદારો સાથે ઢોંસા ખાધા, કૉફી પીધી ને રોજગારીની વાતચીત કરી - ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલનો અલગ અંદાજ
રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન, ગીગ વર્કર્સે ફરિયાદ કરી કે બેરોજગારીના મુદ્દાએ તેમને આવા ઓછા પગારવાળા કામ કરવાની ફરજ પડી છે
Rahul Gandhi In Karnataka: કર્ણાટકમાં ચૂંટણીનો ધમધમાટ પુરઝડપે ચાલી રહ્યો છે, તમામ પક્ષો દમ લગાવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુંમાં ગીગ વર્કર્સ અને ડિલિવરી પાર્ટનર્સ સાથે વાતચીત કરી. તેમને જુદીજુદી કંપનીઓના ગીગ વર્કર્સ અને ડિલિવરી પાર્ટનર્સની સમસ્યાઓ સાંભળી, આની સાથે જ રાહુલે આ વર્કર્સ સાથે મસાલા ઢોંસા અને કૉફી સાથે નાસ્તો પણ કર્યો હતો. રાહુલનો આ અંદાજ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન, ગીગ વર્કર્સે ફરિયાદ કરી કે બેરોજગારીના મુદ્દાએ તેમને આવા ઓછા પગારવાળા કામ કરવાની ફરજ પડી છે. રાહુલે તેમની સાથે રમતગમત વિશે પણ ચર્ચા કરી, અને તેને તેના મનપસંદ ફૂટબૉલ ખેલાડીઓ વિશે પૂછ્યું હતુ. Swiggy, Zomato, Blinkit અને Dunzo જેવા એગ્રીગેટર્સના ડિલિવરી પાર્ટનર્સને બેંગલુરુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે ડિનર કરતા પણ દેખાયા.
રાહુલ ગાંધીએ સાંભળી ગીગ વર્કર્સની સમસ્યાઓ -
કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કર્યું કે, રાહુલ ગાંધીએ આજે બેંગલુરુની પ્રતિષ્ઠિત એરલાઈન્સ હૉટેલમાં ગીગ વર્કર્સ અને ડંઝો, સ્વિગી, ઝૉમેટો, બ્લિંકિટ સહિતના ડિલિવરી પાર્ટનર્સ સાથે નિખાલસ ભાવે વાતચીત કરી હતી. એક કપ કૉફી અને મસાલા ઢોંસા સાથે તેમને ડિલિવરી પાર્ટનર્સની જિંદગી, સ્થિર રોજગારનો અભાવ અને મૂળભૂત ચીજવસ્તુઓની વધતી કિંમતો વિશે પણ ચર્ચા કરી. તેમને એ પણ જાણ્યું કે આ યુવાનોએ શા માટે ગીગ જૉબ્સ પસંદ કરી છે, અને તેમની કામ કરવાની સ્થિતિ શું છે.
Shri @RahulGandhi's outreach to gig workers and delivery partners in Bengaluru is a part of his unwavering commitment to the issues of every section of society. pic.twitter.com/uQXB3H8YyD
— Congress (@INCIndia) May 7, 2023
રાહુલ ગાંધીના રૉડ શૉને લઈને ભાજપનો આરોપ -
આ પછી રાહુલ ગાંધી બેંગલુરુમાં તેમની હૉટેલ પર પહોંચવા માટે ટુ-વ્હીલરમાં સવારી કરતા દેખાયા હતા. બીજીબાજુ ભાજપે બેંગલુરુમાં રાહુલ ગાંધીના રૉડ શૉ અને સભાઓ પર નિશાન તાક્યુ હતુ. ભાજપનો આરોપ છે કે રાહુલના રૉડ શૉનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, મહત્તમ લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારોને આવરી લેવામાં આવે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન બુધવારે એટલે કે 10મી મેએ યોજાશે, અને પરિણામ શનિવારે એટલે કે 13મી મેએ આવવાના છે.