શોધખોળ કરો
Advertisement
કર્ણાટક: BJP ધારાસભ્યના પુત્રએ ઉડાવ્યા લોકડાઉનના ધજાગરા, માસ્ક વગર રસ્તા પર કરી ઘોડેસવારી
આ વીડિયોમાં ઘારાસભ્યનો પુત્ર લોકડાઉનનો ભંગ કરી નેશનલ હાઈવે પર ઘોડેસવારી કરતો જોવા મળી રહ્યો છે.
ચમરાજનગર: કોરોના વાયરસના ખતરાથી બચવા માટે દરેકને ઘરની અંદર રહેવાની જ સલાહ આપવામાં આવી રહી છે. 17મે સુધી દેશમાં લોકડાઉન છે. ત્યારે કર્ણાટકના ભાજપના ધારાસભ્ય સીએસ નિરંજનના પુત્રનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઘારાસભ્યનો પુત્ર લોકડાઉનનો ભંગ કરી નેશનલ હાઈવે પર ઘોડેસવારી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો 11મેનો બતાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર તેના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું, 'જો તમે સામાન્ય માણસ છો તો તમે રેડ ઝોનમાં બાઈક અથવા કાર ન ચલાવી શકો. પરંતુ જો તમે કોઈ ધારાસભ્યના પુત્ર હો તો હાઈવે પર ઘોડેસવારી કરી શકો છો.'
કોરોના વાયરસ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કર્ણાટકમાં અત્યાર સુધી 862 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે. જેમાંથી 31 લોકોના મોત થયા છે. 426 લોકોને સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે.
દેશભરમાં કોરોના સંક્રમણના કારણે મંગળવારે સવાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા70756 પર પહોંચી છે. 22454 સારવાર બાદ સ્વસ્થ થયા છે. કોરોના વાયરસની મહામારીને લઈને 25 માર્ચથી દેશમાં લોકડાઉન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement