શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કર્ણાટકમાં આજે પણ ન થયો ફ્લોર ટેસ્ટ, વિશ્વાસ પ્રસ્તાવ પર સોમવારે જવાબ આપશે કુમારસ્વામી
રાજ્યપાલે સાંજે છ વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ માટેની બીજી ડેડલાઇન પાર કરી દીધી છે.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં રાજકીય નાટક આજે પણ પૂર્ણ થયુ નહોતું. જોકે, કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી સાંજ સુધીમાં વધારવામાં આવી પરંતુ આજે પણ ફ્લોર ટેસ્ટ થઇ શક્યો નહીં. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ કહ્યું કે, તે સોમવારે વિશ્વાસ મતના પ્રસ્તાવનો જવાબ આપશે. આ અગાઉ રાજ્યના ગવર્નર વજુભાઇ વાળાએ મુખ્યમંત્રીને પત્ર લખીને બીજી વાર વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટેની ડેડલાઇન આપી હતી અને સાંજે છ વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ માટેની બીજી ડેડલાઇન પાર કરી દીધી છે.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યપાલને નિર્દેશને પડકાર્યા છે. મુખ્યમંત્રીએ ગવર્નરની બહુમત સાબિત કરવાની ડેડલાઇન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યપાલ વિધાનસભા સ્પીકરને આદેશ આપી શકે નહીં. ગઇકાલે રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને દોઢ વાગ્યે બહુમત સાબિત કરવા કહ્યુ હતું ત્યારબાદ આજે સાંજે છ વાગ્યે કરવાનો આદેશ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રાજ્યપાલ વજુભાઇ વાળા કેન્દ્ર સરકારને રાજ્યની સ્થિતિ પર રિપોર્ટ મોકલશે.K'taka Assembly fails to meet Governor's deadline, trust vote likely on Monday Read @ANI Story | https://t.co/dz6yhGMUzn pic.twitter.com/A1QNfKMXh6
— ANI Digital (@ani_digital) July 19, 2019
નોંધનીય છે કે કર્ણાટક કોગ્રેસ બાદ મુખ્યમંત્રી કુમારસ્વામી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમના મતે પાર્ટીને વ્હીપ જાહેર કરવાનો અધિકાર છે એવામાં તેનું પાલન થવું જોઇએ. આ અગાઉ રાજ્યપાલે દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો પરંતુ સ્પીકરે મતદાન કરાવ્યું નહોતું.કર્ણાટકના કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે કોર્ટમાં અરજી કરી હતી કે તેમના છેલ્લા આદેશમાં તેમની પાર્ટીના અધિકારનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે પોતાન આદેશમાં ધારાસભ્યોને વ્હિપમાં છૂટ આપી હતી.Karnataka Assembly Session has been adjourned till July 22. The trust vote will be held on Monday, July 22. pic.twitter.com/219kBE6eCv
— ANI (@ANI) July 19, 2019
BJP Karnataka President,BS Yeddyurappa:We respect you, Speaker sir.Governor's last letter said the vote should finish today. People on our side will sit peacefully till late in the night. Let it take however long it takes & it'll also mean that we can respect Governor's direction pic.twitter.com/4RpB4s9qCC
— ANI (@ANI) July 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion