શોધખોળ કરો

‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન

લગ્ન પછી પતિ-પત્નીના સંબંધો અને મહિલાઓના અધિકારો વિશે કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે લગ્નનો અર્થ જીવનસાથીની આઝાદી છીનવી લેવી એવો બિલકુલ થતો નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કર્ણાટક હાઈકોર્ટ: પત્ની ક્યાં રહેશે તે પતિ નક્કી ન કરી શકે.
  • લગ્ન જીવનસાથીની આઝાદી છીનવવાનું લાયસન્સ નથી, કોર્ટે કહ્યું.
  • પિયર જવા પત્નીને પતિની પરવાનગી ન જોઈશે, કોર્ટે સ્પષ્ટ કર્યું.
  • ઘરકામ અને સાસરિયાંની સંભાળ બંનેની સમાન જવાબદારી છે.

Karnataka High Court Judgment: કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ લગ્ન પછી મહિલાઓના અધિકારો અને તેમની આઝાદીને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક કૌટુંબિક વિવાદની સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પત્ની ક્યાં રહેશે અને તે કેવી રીતે રહેશે, તેનો નિર્ણય પતિ ન કરી શકે. એટલું જ નહીં, પતિ પોતાની પત્ની પર ઘરનું કામ કરવા અથવા તો સાસરિયાઓની સંભાળ રાખવા માટે પણ કોઈ દબાણ લાદી શકે નહીં.

લગ્ન કોઈને કંટ્રોલ કરવાનું લાયસન્સ નથી

હાઈકોર્ટના જસ્ટિસ ચિલાકુર સમલતાની બેન્ચે આ મહિનાની શરૂઆતમાં એટલે કે 3 ઓગસ્ટ, 2026 ના રોજ આપેલા એક આદેશમાં આ મહત્વની ટિપ્પણીઓ કરી હતી. જજ સાહેબે એકદમ સ્પષ્ટ કર્યું હતું કે, લગ્ન થઈ જવાથી કોઈ પણ વ્યક્તિને તેના જીવનસાથીની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવવાનો, તેની ઈચ્છાઓને કચડવાનો, તેના પર હુકમ ચલાવવાનો કે પછી તેને પોતાના કાબૂમાં રાખવાનો કોઈ પરવાનો (લાયસન્સ) મળી જતો નથી.

કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો કોઈ પણ રીતે સ્ત્રીની આઝાદીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો તે સમાનતા, માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે.

શું હતો સમગ્ર મામલો?

આ ટિપ્પણીઓ એક કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. હકીકતમાં, ફેમિલી કોર્ટે એક પુરુષને તેની પત્ની અને સગીર દીકરીના ભરણપોષણ માટે દર મહિને 9,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, તે વ્યક્તિએ આ આદેશની સામે જસ્ટિસ ચિલાકુર સમલ્થાની સિંગલ બેન્ચ સમક્ષ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

કોર્ટે પતિના દાવા સામે ઉઠાવ્યો સખત વાંધો

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, અરજદાર પતિએ પોતાની અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેની પત્ની તેની કે પછી તેના માતાપિતાની પરવાનગી લીધા વિના જ સાસરી છોડીને જતી રહી હતી. પતિના આ જ દાવા સામે કોર્ટે સખત વાંધો ઉઠાવ્યો.

જજે કડક શબ્દોમાં સવાલ કર્યો કે, કોઈ પણ પરણિત મહિલાને પોતાના જ માતા-પિતાને મળવા જવા માટે પોતાના પતિ અથવા સાસરિયાઓની રજા લેવાની જરૂર જ શું કામ પડે?

કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, અમને એ વાત જ નથી સમજાતી કે એક ભારતીય સ્ત્રીને જ્યારે પોતાની મરજીથી પોતાના પિયર જવું હોય, તેવી સામાન્ય ઈચ્છા પૂરી કરવા માટે પણ સાસરિયાના દરેક સભ્યની પરવાનગી કેમ લેવી પડે છે? કોર્ટે પોતાના આદેશમાં ચોખ્ખું લખ્યું કે, "કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને ઘરનું જ કામ કરવા અને તેના માતાપિતા (સાસરિયાઓ) ની જ સંભાળ રાખવાનો આદેશ કે માંગણી ન કરી શકે. ઘરકામની જવાબદારી પુરુષ અને સ્ત્રી બંનેએ સરખે ભાગે ઉપાડવી જોઈએ."

Frequently Asked Questions

લગ્ન પછી પત્નીના અધિકારો વિશે કર્ણાટક હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો છે?

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પતિ પત્ની ક્યાં રહેશે કે કેવી રીતે રહેશે તે નક્કી કરી શકતો નથી. તે પત્ની પર ઘરકામ કે સાસરિયાંની સંભાળ રાખવા માટે દબાણ પણ લાદી શકતો નથી.

હાઈકોર્ટે લગ્ન અંગે કઈ મહત્વની ટિપ્પણી કરી છે?

કોર્ટે કહ્યું છે કે લગ્ન કોઈને પોતાના જીવનસાથીને નિયંત્રિત કરવા, તેની ઈચ્છાઓ કચડવા કે તેના પર હુકમ ચલાવવાનો પરવાનો નથી. આ વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લેવા જેવું છે.

ઘરકામ અને સાસરિયાઓની સંભાળની જવાબદારી અંગે કોર્ટે શું કહ્યું છે?

કોર્ટે જણાવ્યું કે કોઈ સ્ત્રીને માત્ર ઘરકામ કરવા કે સાસરિયાંની જ સંભાળ રાખવાનો આદેશ ન કરી શકે. ઘરકામની જવાબદારી પુરુષ અને સ્ત્રી બંનેએ સરખે ભાગે ઉપાડવી જોઈએ.

શું પરણિત મહિલાને તેના માતા-પિતાને મળવા જવા માટે પતિ કે સાસરિયાંની પરવાનગી લેવી પડે?

ના, કોર્ટે આ દાવા સામે સખત વાંધો ઉઠાવ્યો. જજે સવાલ કર્યો કે પરણિત મહિલાને પોતાના માતા-પિતાને મળવા જવા માટે પતિ કે સાસરિયાંની રજા લેવાની જરૂર જ શું કામ પડે?

Advertisement

ટોપ સ્ટોરી

રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget