શોધખોળ કરો
Advertisement
ભાજપના ક્યા મંત્રીની કહેવાતી સેક્સ ટેપ ફરતી થતી આપવું પડ્યું રાજીનામું ?
સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ મંગળવારે રમેશ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેણે નોકરી મેળવવા ઇચ્છુક મહિલાનું કથિત રીતે જાતીય શોષણ કર્યું.
નવી દિલ્હીઃ કર્ણાટકની રાજનીતિમાં એક સેક્સ સીડીને લઈને ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે, આ સીડીમાં જળ સંશાધન મંત્રી રમેશ જારકીહોલી એક મહિલા સાથે જોવા મળી રહ્યા છે. સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ સીડી બહાર પાડતા આરોપ લગાવ્યો છે કે મંત્રી રમેશ જારકીહોલીએ મહિલાનો નોકરી આપવાના નામે જાતીય શોષણ કર્યું છે.
આ સેક્સ ટેપ સામે આવ્યા બાદ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રીને લખેલ પત્રમાં તેમણે કહ્યું કે, ‘મારા વિરૂદ્ધ આરોપ ખોટા છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હું નૈતિક આધારે રાજીનામું આપું છે. મુખ્યમંત્રીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ત્યાર બાદ રાજીનામું રાજ્યપાલની પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું છે.
જણાવીએ કે, કથિત વીડિયો ક્લિપમાં રમેશ કોઈ અજ્ઞાત મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ક્લિપનને કન્નડ સમાચાર ચેનલોમાં પ્રસારિત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ મંગળવારે રમેશ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેણે નોકરી મેળવવા ઇચ્છુક મહિલાનું કથિત રીતે જાતીય શોષણ કર્યું અને આ મામલે કંઈ પણ બોલવા પર તેને અને તેના પરિવારે ગંભીર પરિણામ ભોગવાવની ધમકી આપી છે. આ મામલે રમેશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વીડિયો ખોટો છે. આ કેસમાં તપાસ થવી જોઈએ.
ગુરુવારે શરૂ થઈ રહેલ બજેટ સત્ર પહેલા આ પ્રકારના આરોપ લાગવાને કારણે બી એસ યેદિયુરપ્પાની ભાજપ સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. પહેલા કોંગ્રેસમાં રહેલ રમેશ કોંગ્રેસ અને જેડીએસની સરકાર પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ ભાજપ સત્તામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement