શોધખોળ કરો

કર્ણાટકાઃ છેલ્લો દાવ પણ ફેલ, મુખ્યમંત્રી બદલવાની ઓફરથી પણ ન માન્યા બળવાખોર ધારાસભ્યો

બળવાખોર ધારાસભ્યોએ રિએક્શન આપ્યુ હતું કે, અમારા આત્મ સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે, અને રાજીનામા પાછા ખેંચવાનો કોઇ સવાલ જ નથી પેદા થતો

બેગ્લુંરુઃ કર્ણાટકામાં સરકાર બચાવવાની કોશિશોમાં કુમારસ્વામી અને કોંગ્રેસ લાગી છે, કોઇપણ ભોગે કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો ગઠબંધન સરકારનો છેલ્લો દાવ પણ ફેલ થઇ ગયો છે. રિપોર્ટ છે કે, ગઠબંધન સરકારે કોંગ્રેસના મુખ્યમંત્રી પદ આપવાનો વિશ્વાસ આપીને ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ બળવાખોર ધારાસભ્યો કોઇપણ કિંમતે માનવા તૈયાર થયા નથી. રિપોર્ટ છે કે, કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે જણાવ્યુ હતું કે, જેડીએસ મુખ્યમંત્રી પદની કુરબાની આપવા તૈયાર છે, જેડીએસનું કહેવું છે કે જો આમ કરવાથી પણ સરકાર બચી જતી હોય તો તેઓ તૈયાર છે. સાથે જેડીએસે એમ પણ કહ્યું હતુ કે, તેઓ કોઇને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે, પછી તે સિદ્ધારમૈયા હોય કે જી પરમેશ્વરમ કે પછી અન્ય કોઇપણ હોય. કર્ણાટકાઃ છેલ્લો દાવ પણ ફેલ, મુખ્યમંત્રી બદલવાની ઓફરથી પણ ન માન્યા બળવાખોર ધારાસભ્યો ડીકે શિવકુમારના આ નિવેદન બાદ બળવાખોર ધારાસભ્યોએ રિએક્શન આપ્યુ હતું કે, અમારા આત્મ સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે, અને રાજીનામા પાછા ખેંચવાનો કોઇ સવાલ જ નથી પેદા થતો, પછી ભલેને સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી કેમ ના બનાવી દેવામાં આવે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકારે 19 જુલાઇએ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ફ્લૉર ટેસ્ટની ડેડલાઇનું પાલન ન હતુ કર્યુ. હવે આજે ફ્લૉર ટેસ્ટ થઇ શકે છે. કર્ણાટકાઃ છેલ્લો દાવ પણ ફેલ, મુખ્યમંત્રી બદલવાની ઓફરથી પણ ન માન્યા બળવાખોર ધારાસભ્યો ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા બાદ હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget