શોધખોળ કરો
Advertisement
કઠુઆ ગેગરેપ મામલાની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે સાત મે સુધી લગાવી રોક
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કઠુઆ સામુહિક બળાત્કાર અને હત્યાકાંડની સુનાવણી ચંદીગઢમાં કરાવવા અને તેની તપાસ સેન્ટ્રલ ઈનવેસ્ટીગેશન બ્યૂરોને સોંપવાની અરજી પર વિચાર કર્યા બાદ આ મામલે કઠુઆમાં ચાલી રહેલી કાર્યવાહી પર સાત મે સુધી રોક લગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે કહ્યું કે આ કેસ ચંદીગઢ સ્થળાંતરીત કરવા માટે પીડિતાના પિતાની અરજી અને આ મામલે તપાસ સીબીઆઈને સોંપવા માટે આરોપીઓની અરજી પર સુનાવણી કરશે.
આ મામલે વધુ સુનાવણી સાત મેના રોજ થશે. ધુમંતુ અલ્પસંખ્યક સમુદાયની આઠ વર્ષીય બાળકી 10 જાન્યુઆરીએ જમ્મુ ક્ષેત્રમાં કઠુઆ નજીક અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરી હત્યા કરી દેવામાં આવી હતી.
બાળકીના પિતાએ પોતાના પરિવાર, અને મિત્ર તથા વકીલની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેના બાદ કોર્ટે સુરક્ષા આપવાનો આદેશ પોલીસને આપ્યો હતો. તેની વચ્ચે, સાંજી રામ સહિત બે આરોપીઓએ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવા અને તેની સુનાવણી જમ્મૂમાં જ કરવા માટે એક અલગથી અરજી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement