શોધખોળ કરો

Khajuraho Express Fire : ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસના એન્જિનમાં લાગી આગ, મુસાફરોમાં હડકંપ, VIDEO 

ઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બની છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી.

Khajuraho Express:  ઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બની છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. ટ્રેનના એન્જિનમાં આગ લાગ્યા બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ થતાં જ લોકો પાયલોટે સિથોલી પાસે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી.  ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનાને લઈ મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. ટ્રેન ઉભી રહેતા લોકો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાં આગ લાગી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

માહિતી મળતાની સાથે જ ગ્વાલિયરથી ફાયર સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એન્જિનમાં આગ લાગવાને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બનતા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. 


મળતી માહિતી મુજબ, ઉદયપુર ખજુરાહો એક્સપ્રેસ ગ્વાલિયર સ્ટેશન પર તેના નિર્ધારિત સમય 12.14 મિનિટના બદલે 12.35 મિનિટ મોડી પહોંચી હતી. આ પછી ટ્રેન 12.45 વાગ્યે ઝાંસી માટે રવાના થઈ. જ્યારે તે ગ્વાલિયર સ્ટેશનથી લગભગ 7 કિમી દૂર સિથોલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ લોકો પાયલટે ટ્રેન રોકી હતી. આ પછી કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મુસાફરોમાં નાસભાગ મચી ગઈ 

ટ્રેન ઉભી રાખવામાં આવતા  જ એન્જિનમાં આગ લાગી હોવાની લોકોને જાણ થતાં જ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. હાલમાં આ ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

ટોપ સ્ટોરી

ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
અયોધ્યા દીપોત્સવ 2026: 30 લાખ દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચવાની તૈયારીઓ
અયોધ્યા દીપોત્સવ 2026: 30 લાખ દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચવાની તૈયારીઓ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને
પીએમ મોદીએ રાહુલ ગાંધીને "ફેઈલ્ડ પ્રોડક્ટ.." કહ્યા તો ભડક્યા શશી થરૂર, કહ્યું - "નિષ્ફળતા..."
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
Embed widget