નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં હતા, ખેડૂતોની માંગો હતી કે કૃષિ કાયદાઓ પાછા ખેંચી લે સરકાર, જોકે હવે સરકારે આ માંગોને માની લીધી છે, જેના કારણે ખેડૂત આંદોલનનો અંત આવી ગયો છે. દિલ્હી બોર્ડર પર છેલ્લા 1 વર્ષ 14 દિવસથી એટલે કે 378 દિવસથી ચાલતુ ખેડૂત આંદોલન આજે સાંજ સુધીમાં સમેટાઈ જશે. 


ખેડૂતો સામેના કેસ પરત ખેંચવા સહિતની તમામ માંગણીઓ સરકારે માની લીધી છે, અને તેમને લેખિતમાં પત્ર પણ આપી દીધો છે. આજે સાંજે 5 વાગે ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની ખેડૂત સંગઠન દ્વારા જાહેરાત કરાશે. ખેડૂતોએ પોતાના તંબુઓ ઉખાડવાની શરૂઆત પણ કરી દીધી છે. ખેડૂતો હવે પોત પોતાના ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યાં છે.  


ખાસ વાત છે કે, આંદોલનની આગેવાની કરનાર પંજાબના 32 ખેડૂત સંગઠનોએ તેમનો કાર્યક્રમ પણ બનાવી દીધો છે. તેમાં 11 ડિસેમ્બરે દિલ્હથી પંજાબ સુધીની વિજય કૂચ કરવાનો પ્લાન બનાવ્યો છે. સિંઘુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતો એક સાથે પંજાબ રવાના થશે. 13 ડિસેમ્બરે પંજાબમાં 32 સંગઠોના નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે. ત્યારપછી 15 ડિસેમ્બરે પંજાબમાં અંદાજે 116 જગ્યાએ શરૂ કરવામાં આવેલું આંદોલન ખતમ કરવામાં આવશે. હરિયાણાના 28 ખેડૂત સંગઠનોએ ચેમની પણ રણનીતિ બનાવી દીધી છે.


 


 







 


India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર


Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ


Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ


જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત


રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે